Coronavirus in Russia: રશિયામાં કોરોના (Corona virus) ચેપના નવા કેસોમાં ડેલ્ટા વેરિઅન્ટનું નવું સબ વેરિએન્ટ જોવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવું સબ-વેરિએન્ટ કોરોના (Corona virus)ના ડેલ્ટા વેરિએન્ટ કરતાં વધુ ચેપી છે. સંશોધકોની એક ટીમે તેમના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે કોરોના (Corona virus) વાયરસનું AY.4.2 સબ વેરિએન્ટ મૂળ ડેલ્ટા કરતા લગભગ 10% વધુ ચેપી હોઈ શકે છે.


ડેલ્ટા કરતાં વધુ ચેપી


રશિયન સંશોધક કામિલ ખાફીઝોવ દાવો કરે છે કે આ AY.4.2 સબ-વેરિએન્ટને કારણે રશિયામાં દરરોજ નવા કેસ અને કોરોના (Corona virus) સંક્રમિતોના મૃત્યુની જાણ થઈ રહી છે. તેમનું કહેવું છે કે 'કોરોના (Corona virus) વાયરસની રસીઓ આ વેરિઅન્ટ સામે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તે એટલું પણ અલગ નથી કે તે એન્ટિબોડીની બાંધવાની ક્ષમતાને બદલી શકે છે.


ઇંગ્લેન્ડમાંમાં સામે આવ્યો AY.4.2  સબ વેરિએન્ટ


એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂતકાળમાં, બ્રિટનમાં કોરોના (Corona virus) ચેપના કેસોમાં વધારો થયો છે. 15 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે એવાય.4.2 સબ વેરિએન્ટ ઇંગ્લેન્ડમાં કોરોના (Corona virus) સંક્રમણમાં ઝડપી વધારો માટે જવાબદાર છે. જેના કારણે 27 સપ્ટેમ્બરથી 6 ટકાનો વધારો જોવા મળ્યો છે.


રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નોન વર્કિંગ વીકને મંજૂરી આપી


રશિયન વૈજ્ઞાનિક નિકોલે ક્ર્યુચકોવ કહે છે કે કોરોના (Corona virus)નું ડેલ્ટા વેરિએન્ટ અને તેના પેટા પ્રકારો પ્રબળ રહેશે. બીજી બાજુ, મોસ્કોના મેયરે ગુરુવારે ગયા વર્ષે જૂન પછી પ્રથમ વખત કડક લોકડાઉનની જાહેરાત કરી હતી. આના એક દિવસ પહેલા, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નવેમ્બરની શરૂઆતમાં Non Working Week ના એક અઠવાડિયાના સરકારી પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ દરમિયાન લોકોને પેઇડ લીવ્સ આપવામાં આવશે.