વૉશિંગટનઃ કોરોના સંક્રમણે દુનિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા અમેરિકાની હાલત ખરાબ કરી દીધી છે. દેશમાં લૉકડાઉન અને અન્ય ખર્ચાઓની વચ્ચે અમેરિકાની હાલત ખાસ્તા થઇ ગઇ છે, અને તેના કારણે હવે તેને 3 ટ્રિલિયન (30 અબજ ડૉલર)ની લૉન લેવી પડી છે.

30 અબજ ડૉલરના દેવાના કારણે હવે અમેરિકાન સરકાર પર દેવુ વધીને 30 અબજ ડૉલરથી પણ વધુનુ થઇ ગયુ છે. આ અત્યાર સુધી કોઇપણ ત્રિમાસિક ગાળામાં સરકાર દ્વારા લેવામાં આવેલી લૉન કરતાં પાંચ ગણુ વધારે છે.

જાણકારોનુ માનીએ તો દેવાની રકમ જોઇને લાગે છે કે પરિસ્થિતિ હવે 2008ની મંદી કરતાં પણ વધારે ખરાબ થઇ ગઇ છે.



મહત્વનુ છે કે વર્ષ 2019માં અમેરિકાએ 12.8 અબજ ડૉલરની લૉન લીધી હતી. કોરોના સંક્રમણના કારણે દેશના સ્વાસ્થ્યની વ્યવસ્થા પુરેપુરી ખરાબ થઇ ગઇ છે. જેને લઇને હેલ્થ સેક્ટર માટે 30 અબજ ડૉલરના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત પેકેજ અમેરિકાની અર્થવ્યસ્થાના 14 ટકા છે.