વૉશિંગટનઃ કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા દેશો ઇલાજ માટે વેક્સિનની રાહ જોઇને બેઠા છે, અનેક વૈજ્ઞાનિકો અને લેબ્સ પર રિસર્ચ ચાલી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વેક્સિન પર મોટો ખુલાસો કર્યો છે. તેમના મતે હજુ રાહ જોવી પડી શકે છે. કેમકે વેક્સિન આ વર્ષના અંત સુધીમાં આવશે.
ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- હું જાણુ છું કે આપણી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવી જશે. મહામારીનો ઇલાજ શોધવા માટે વૈશ્વિક સ્તરે ઝડપથી કામ ચાલી રહ્યું છે. યુરોપિયન યુનિયને આ માટે 8 બિલિયન ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ટ્રમ્પે કહ્યું મહામારી વિરુદ્ધ વેક્સિનની તૈયારી માટે કેટલીય જગ્યાઓ પર મેડિકલ કાર્યક્રમો પણ શરૂ થઇ કરી દેવામાં આવ્યા છે. બ્રિટનમાં કૉવિડ-19 માટે વેક્સિનનુ ક્લિનિક ટ્રાયલ શરૂ થઇ ચૂક્યુ છે. આ કામને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પુરુ કરી રહ્યાં છે. આ ઉપરાંત યુરોપના બહારના કેટલાય દેશોએ વેક્સીન પર ધ્યાન વધારી દીધુ છે.
એક અખબારના રિપોર્ટ અનુાસર, માત્ર અમેરિકાની લેબોરેટરીમાં 115 વેક્સીન પ્રૉજેક્ટ પર કામ ચાલુ છે. એપ્રિલના અંતમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ભાર મુકીને કહ્યું હતુ કે મહામારીની દવા હવે ગમે ત્યારે શોધી કાઢવામાં આવે, તેને આખી દુનિયા માટે પ્રૉવાઇડ કરવી જોઇએ.
હાલ કોરોનાથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. અહીં મોતનો આંકડો 67 હજારને પાર કરી ગયો છે. અને સંક્રમિતોની સંખ્યા 11 લાખથી વધુની છે.
કોરોનાની દવાને લઇને ટ્રમ્પે શું કર્યો મોટો ખુલાસો, ક્યાં સુધીમાં લોકોને વેક્સિન મળી જશે? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2020 11:17 AM (IST)
ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- હું જાણુ છું કે આપણી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -