Israel-Lebanon Conflict: : ઇઝરાયેલ અને લેબનોન (મધ્ય પૂર્વ દેશ) વચ્ચેના તણાવ વચ્ચે, શુક્રવારે (લેબનોનમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ભાષણની થોડી જ મિનિટો બાદ હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર આ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.


 હુમલાની વચ્ચે એવી અટકળો ચાલી રહી હતી કે તેમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે, પરંતુ બીજી બાજુથી જવાબ આવ્યો કે તેનો બોસ હાલમાં જીવિત છે.  IDFએ જણાવ્યું હતું. "ફક્ત ક્ષણો પહેલા, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના કેન્દ્રીય મુખ્યાલય પર સટીક હુમલો કર્યો.  અમે અમારા લોકોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરી હતી જેથી ઇઝરાયેલી પરિવારો તેમના ઘરોમાં સુરક્ષિત રાખી શકાય  






હુમલામાં 2ના મોત, 76 ઘાયલ


કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હસન નસરાલ્લાહ પણ બેરૂતમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટરમાં રહે છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હુમલા સમયે હસન નસરાલ્લાહ હિઝબુલ્લાના હેડક્વાર્ટરમાં હાજર હતો કે નહીં. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બેરૂત ઉપનગરમાં ઇઝરાયેલના મોટા હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને 76 ઘાયલ થયા હતા.


નસરાલ્લાહ જીવંત છે, હિઝબુલ્લાહ દાવો કરે છે


ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર, હિઝબુલ્લાહના નજીકના એક સૂત્રએ કહ્યું છે કે બેરૂતમાં ઈઝરાયેલના હવાઈ હુમલા પછી હસન નસરાલ્લાહ જીવિત છે. ઇઝરાયેલના સૈન્ય રેડિયોએ અગાઉ કહ્યું હતું કે સૈન્ય મૂલ્યાંકન કરી રહ્યું છે કે શું આતંકવાદી જૂથનો નેતા દક્ષિણ બેરૂતમાં તેના હેડક્વાર્ટરમાં હતો જ્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો., ઈરાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાન તેની સ્થિતિની તપાસ કરી રહ્યું છે.


હિઝબુલ્લાહ પર 220 હવાઈ હુમલા


ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ લેબનોનમાં 220 હવાઈ હુમલા કર્યા હતા અને તમામ ટાર્ગેટ હિઝબુલ્લા સાથે જોડાયેલા હતા. સેના દ્વારા જાહેર  કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં હિઝબુલ્લાહનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોન્ચર્સ અને હથિયારોના સંગ્રહની સુવિધાઓ સામેલ છે. સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સેનાએ હિઝબુલ્લાહના આતંકીઓ પર પણ હુમલો કર્યો હતો.