India & China: દિવાળીના અવસરે ગુરુવારે (31 ઓક્ટોબર 2024) ભારત અને ચીનના સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સહિત અનેક સરહદો પર મીઠાઈની આપ-લે કરી છે. સેનાના સૂત્રોએ આ માહિતી આપી છે. આ પરંપરાગત પ્રથા પૂર્વી લદ્દાખમાં ડેમચોક અને ડેપસાંગના બે સંઘર્ષ બિંદુઓ પર બંને દેશોના સૈનિકો પાછા ખેંચ્યાના એક દિવસ પછી જોવા મળી હતી. આ કરારથી ચીન અને ભારતના સંબંધોમાં મધુરતા આવી છે. હવે સમાચાર છે કે LAC પર પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે.


આર્મીના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, દિવાળીના અવસર પર એલએસીની અનેક સરહદો પર ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ આદાન પ્રદાન LAC સહિત પાંચ બોર્ડર પર્સનલ મીટિંગ (BPM) પોઈન્ટ પર થયો હતો.


આ સરહદો પર ભારત-ચીને કર્યુ સ્વીટ એક્સચેન્જ 
મીઠાઈઓની આપ-લે અને વાતચીતની આ કેટેગરીમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં મધુરતા લાવવાનો પ્રયાસ છે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક કમાન્ડરો વચ્ચે વાતચીત ચાલુ રહેશે, જેનાથી સરહદ પર તણાવ ઓછો કરવામાં મદદ મળશે. દિવાળીના અવસર પર લદ્દાખના ડીબીઓ, કારાકોરમ પાસ, હોટ સ્પ્રિંગ્સ, કોંગ લા અને ચુશુલ મોલ્ડો ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી.


ડેમચોક અને દેપસાંગમાં સૈનિકોની વાપસી 
બુધવારે (30 ઓક્ટોબર 2024), બંને દેશોના સૈનિકોએ ડેમચોક અને ડેપસાંગમાં પીછળ હટવાની પ્રક્રિયા પૂર્ણ કરી, આ વિવાદિત બિંદુઓ પર પેટ્રોલિંગ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો કર્યો. સરહદ પર શાંતિ સ્થાપિત કરવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજેતરમાં, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ માહિતી આપી હતી કે છેલ્લા ઘણા અઠવાડિયાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પછી એક કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે 2020 ના વિવાદોનું નિરાકરણ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.


આ પણ વાંચો


Russia Visa: હવે રશિયા જવા માટે ફક્ત પાસપૉર્ટ જ કાફી રહેશે, જાણો કયા દેશો આપી રહ્યાં છે વિના વિઝા એન્ટ્રી