અમેરિકાના ઓસ્ટીન શહેરથી એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભારતીય મૂળના 43 વર્ષિય ડોક્ટર ભરત નરૂમાન્ચીને થોડા સમય પહેલા જ કેન્સરનું નિદાન થયું હતું. કેન્સર લાસ્ટ સ્ટેજમાં હોવાથી ડોક્ટરે તેમને  માત્ર 2 અઠવાડિયાની તેમની જિંદગી હોવાનું જણાવ્યું હતું.  જો કે  કેન્સરગ્રસ્ત આ ડોક્ટરને હોસ્પિટલમાં સ્વૈચ્છિક સેવા આપવા માટેની પણ ઓફર કરાઇ હતી. જો કે તેમણે આ ઓફરને સ્વીકારી ન હતી. ડોક્ટર ભરત તેમની બીમારીને લઇને ખૂબ જ ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે.


અણધાર્યું ઘાતક પગલું ભર્યું

કેન્સરગ્રસ્ત ડોક્ટર ભરતે અચાનક એવું અણધાર્યું ઘાતક પગલું ભર્યું. જેના કારણે એક લેડી ડોક્ટરે જીવ ગુમાવ્યો પડ્યો. કેન્સરથી પીડિત ડોક્ટર ભરત અચાનક જ હાથમાં બંદૂક લઇને  ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા. તેમણે અનેક લોકોને હોસ્પિટલમાં બંદૂકની અણી બંધક બનાવ્યા હતા. જો કે કેટલાક લોકો તેના સંકજામાંથી બચી નીકળા હતા પરંતુ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કેથરિન પર તેમણે ગોળી ચલાવતા. લેડી ડોક્ટરનું મૃત્યું થયું હતું