શું છે મામલો
ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે 39 વર્ષીય યુવક ડીન ડાયર પર યૌન શોષણના અનેક મામલામાં કેસ ચાલી રહ્યો છે. એક મહિલાએ યુવક પર આરોપ લગાવ્યો હતો કે પાર્ટી દરમિયાન તેણે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને વિરોધ કરવા પર રેપની ધમકી આપી હતી. રિપોર્ટ પ્રમાણે યુવક પર 14 વર્ષીય છોકરી સાથે સંબંધ બાંધવાની કોશિશ સહિત યૌન અપરાધ સાથે સંકળાયેલા 7 આરોપ છે. જોકે અત્યાર સુધી તેન સામે કોઇ પણ કેસમાં ગુનો સાબિત થયો નથી.
આરોપી સામે ઓર્ડર કર્યો જાહેર
સુનાવણી બાદ બ્રિટનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી સામે સેક્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર જાહેર કર્યો હતો. ઉપરાંત આદેશ આપ્યો કે યુવક કોઇ મહિલા સાથે સેક્સ કરવા ઈચ્છે તો તેણે 24 કલાક પહેલા આ અંગે સંબંધિત મહિલા અને પોલીસને જાણકારી આપવી પડશે. કોર્ટે સુનાવણી દરમિયાન યુવકને કોઇ મહિલા સાથે બિન જરૂરી વાતચીત પર પણ રોક લગાવી દીધી છે.
બ્રિટનમાં શું છે Sexual Restraint Order
રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં Sexual Restraint Order એક સિવિલ આદેશ છે. આ ઓર્ડર જે લોકો પર આરોપ સાબિત નથી થયો હોતો પરંતુ તેનાથી સમાજને ખતરો હોવાની આશંકા હોય તેવા લોકો સામે જાહેર કરવામાં આવે છે.