નવી દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી ડોનલ્ડ ટ્રંપે અમેરિકા વાસીઓનો આભાર માન્યો હતો. તે વખતે તેમને પોતાના પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિંટનની પણ પ્રશંસા કરી હતી, અને કહ્યું કે તેમને સારો મુકાબલો કર્યો. સીએનએનના મતે ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રંપને 288 ઈલેક્ટોરલ વોટ્સ મળ્યા જ્યારે ડેમોક્રેટિક પાર્ટીની હિલેરી ક્લિંટનને માત્ર 215 ઈલેક્ટોરલ વોટ્સ મળ્યા હતા. ટ્રંપની જીત પછી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તેમને શુભકામનાઓ પાઠવી છે. ટ્રંપે કહ્યું કે, હું દરેક અમેરિકી માટે રાષ્ટ્રપતિ છું. હવે દેશને ફરીથી બનાવવાની શરૂઆત કરીશ. તેમને કહ્યું કે અર્થશાસ્ત્ર માટે મારી પાસે એક સારો પ્લાન છે. આ પ્લાનથી લાખો અમેરિકીઓને કામ મળશે. અમે દુનિયાની સાથે સારા સંબંધ બનાવવા માટે કામ કરીશું. જીત પછી ટ્રંપે પોતાના આખા પરિવારનો આભાર માન્યો હતો. તે દરમિયાન તેમને પોતાના પરિવારના પોતાના ભાઈ, પુત્ર, પુત્રીના નામ લઈને તમામનો આભાર માન્યો હતો. ટ્રંપે કહ્યું કે મારી જીત તેમની છે જે અમેરિકાને પ્રેમ કરે છે.