US Election: ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ, ટ્રમ્પ 276 અને હિલેરીને 218 વોટ મળ્યા
abpasmita.in | 09 Nov 2016 01:20 PM (IST)
વોશિંગ્ટનઃ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આઠ વર્ષ બાદ ડેમોક્રેટ્સના હાથમાંથી વ્હાઈટ હાઉસને પાછું મેળવવામાં સફલરહ્યા છે અને તે અમેરિકાના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયો છે. હવે ટ્રમ્પ આવતા ચાર વર્ષ માટે વિશ્વની સૌથી પાવરફુલ દેશની કમાન સંભાળશે. ટ્રમ્પે ડેમોક્રેટ ઉમેદવારી હિલેરી ક્લિન્ટનને હરાવીને અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બન્યા છે. ધ ગાર્ડિયન અનુસાર, ટ્રમ્પે 276 ઇલેક્ટોરલ વોટ્સ અને હિલેરીએ 218 ઇલેક્ટોરલ વોટ્સ જીત્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ બનવા માટે ઉમેદવારને 270 ઇલેક્ટોરલ વોટ્સની જરૂર છે. હજુ પણ કેટલાંક રાજ્યોમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરી ચાલુ છે.