વ્હાઇટ હાઉસ ખાતે બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચેના વિવાદના કેટલાક સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં ટ્રમ્પના શ્વેત નરસંહારના દાવાઓ પણ સામેલ હતા.

Continues below advertisement

Continues below advertisement

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સામે આરોપો

દક્ષિણ આફ્રિકાએ એવા આરોપોને નકારી કાઢ્યા હતા જેમાં શ્વેત લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં હત્યાનો દર ઊંચો છે, અને મોટાભાગના પીડિતો અશ્વેત છે. વાતચીત દરમિયાન ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાના ગોલ્ફ ખેલાડીઓની પ્રશંસા કરી અને સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ કહ્યું કે તેઓ મહત્વપૂર્ણ મિનરલ્સ અને વેપાર વિશે વાત કરવા માંગે છે.

આ દરમિયાન ટ્રમ્પે એક વીડિયો ચલાવ્યો જેમાં શ્વેત લોકોના નરસંહારના પુરાવા બતાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વીડિયો ચાલી રહ્યો હતો ત્યારે રામાફોસા મોટે ભાગે ભાવશૂન્ય બેસી રહ્યા હતા.

ટ્રમ્પે કહ્યું કે વીડિયોમાં હજારો શ્વેત ખેડૂતોની કબરો બતાવવામાં આવી છે. રામાફોસાએ કહ્યું કે તેમણે પહેલાં આવું કંઈ જોયું નથી અને તેઓ જાણવા માંગે છે કે આ સ્થાન શું છે. ત્યારબાદ ટ્રમ્પે એવા લેખોની છાપેલી નકલો બતાવી જેમાં તેમણે કહ્યું હતું કે હત્યા કરાયેલા શ્વેત દક્ષિણ આફ્રિકન લોકોને બતાવવામાં આવ્યા છે.

અમેરિકાએ કતાર પાસેથી ટ્રમ્પ માટે વિમાન સ્વીકાર્યું

અમેરિકાએ કતાર સરકાર તરફથી ભેટ તરીકે 400 મિલિયન ડોલરનું બોઇંગ 747 વિમાન ઔપચારિક રીતે સ્વીકાર્યું છે. બુધવારે સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ આ વાતની પુષ્ટી કરી હતી.

તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે કતારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોઇંગ 747 વિમાન ભેટમાં આપવાની ઓફર કરી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે કતાર દ્વારા વિમાનની ઓફરને નકારી કાઢવી મૂર્ખામી હશે, જેનો ઉપયોગ યુએસ "એરફોર્સ વન" તરીકે થશે.

આ પછી તેમણે સાઉદી અરેબિયા અને કતારની મુલાકાત લીધી હતી. અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સંરક્ષણ મંત્રીએ ફેડરલ નિયમો અનુસાર કતારથી બોઇંગ 747 વિકાનનો સ્વીકાર કરી લીધો છે.'

ડેમોક્રેટિક નેતાઓએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા

જ્યારે કતાર દ્વારા ટ્રમ્પને વિમાન ભેટમાં આપવાના સમાચાર બહાર આવ્યા ત્યારે અમેરિકામાં તેની ટીકા થઈ હતી. ખાસ કરીને ડેમોક્રેટિક નેતાઓએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.