નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના અધ્યક્ષ નૈન્સી પલોસીએ પ્રમુખ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર  મહાભિયોગની પ્રક્રિયા નિચલા ગૃહમાં પૂર્ણ થઇ જશે તો પણ તેનું રિપબ્લિકનના બહુમતવાળા સેનેટમાં પાસ થવું મુશ્કેલ છે.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કી પર દબાણ નાખ્યું હતું કે તે ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડન અને તેમના પુત્રની વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને ફગાવી દીધા છે.

ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા નિચલા ગૃપમાં પૂરી થઈ જશે તો પણ રિપબ્લિકના બહુમત ધરાવતા સીનેટમાં પાસ થવું મુશ્કેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકના રાષ્ટ્રપતિના બદથી હટાવવા માટે 20 રિપબ્લિકન સાંસદોની જરૂરત પડશે, જે પોતાના જ રાષ્ટ્રપતિનો વિદ્રોહ કરે. મીડિયાના અહેવાલ અનુસાર ટ્રમ્પે સ્વીકાર્યુ છે કે તેમણે જેલેન્સ્કી સાથે બાઇડન અંગે ચર્ચા કરી હતી પણ તેમના પર મૂકવામાં આવેલા આરોપો ખોટા છે.

નોંધનીય છે કે, પૂર્વ ઉપ રાષટ્રપતિ જો બાઈડન 2020માં અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ટક્કર આપી શકે છે.