Donald Trump Iran threat 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને વધુ એક આકરી ધમકી આપી છે. રવિવારે (10 મે, 2026 ના રોજ) એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી કે ઈરાનના યુરેનિયમ ભંડાર પર અમેરિકાની 'સ્પેસ ફોર્સ' સતત નજર રાખી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ આ ભંડારની આસપાસ પણ ફરકશે, તો અમેરિકા તેને સીધો જ ઉડાવી દેશે. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે ઈરાનની લશ્કરી તાકાત હવે સાવ ખતમ થઈ ગઈ છે અને તેને ફરીથી બેઠું થવામાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગી જશે.

Continues below advertisement

સ્પેસ ફોર્સની નજર એટલી સચોટ કે ઘૂસણખોરનું નામ-સરનામું પણ કાઢી લઈશું: ટ્રમ્પ

શેરિલ એટકિસન સાથેની વાતચીતમાં ટ્રમ્પે અમેરિકાની અત્યાધુનિક સર્વેલન્સ (દેખરેખ) સિસ્ટમ વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, "અમે એ જગ્યા પર સતત નજર રાખી રહ્યા છીએ. મેં 'સ્પેસ ફોર્સ' નામની જે સિસ્ટમ બનાવી છે, તે એટલી એડવાન્સ છે કે કોઈ ત્યાં ઘૂસવાનો પ્રયાસ કરશે તો અમને તરત જ ખબર પડી જશે અને અમે તેમને ત્યાં જ ઉડાવી દઈશું." ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે તેમની સ્પેસ ફોર્સ એટલી સચોટ છે કે જો કોઈ ત્યાં જશે તો તેઓ તેનું નામ, સરનામું અને તેનો બેજ નંબર પણ આસાનીથી શોધી કાઢશે.

Continues below advertisement

"ઈરાન પાસે હવે ન તો નેવી બચી છે ન તો એરફોર્સ"

ઈરાનની હાલની સ્થિતિ પર કટાક્ષ કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, હવે ઈરાન પાસે લશ્કરી તાકાત જેવું કંઈ બચ્યું જ નથી. તેમની પાસે ન તો નેવી (નૌકાદળ) છે, ન એરફોર્સ છે કે ન તો કોઈ એન્ટી-એરક્રાફ્ટ હથિયારો બચ્યા છે. તેમનું કોઈ નેતૃત્વ પણ રહ્યું નથી.

આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!

ટ્રમ્પે ઈરાન પર વારંવાર કરારો તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે, "હવે તેઓ લશ્કરી રીતે સાવ હારી ચૂક્યા છે. જો અમેરિકા આજે ઈરાનમાંથી બહાર નીકળી જાય, તો પણ ઈરાનને ફરીથી પોતાનું લશ્કર ઊભું કરવામાં 20 વર્ષ જેટલો સમય લાગી જશે."

તો શું અમેરિકાનું ઓપરેશન પૂરું થઈ ગયું?

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ઈરાનમાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી હવે પૂરી થઈ ગઈ છે? તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે કાર્યવાહી હજુ સંપૂર્ણપણે પૂરી નથી થઈ. તેમણે ઈશારો કરતા કહ્યું કે જરૂર પડશે તો અમે હજુ બીજા 2 અઠવાડિયા માટે ત્યાં જઈ શકીએ છીએ.

વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?