Donald Trump US News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિવાદ સાથે જુનો નાતો છે. ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે હતાં ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈને કોઈ વિવાદોમાં સપડાયેલા રહે છે. હવે એક પત્રકાર સાથે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂંકની ઘટના સામે આવી છે જેને દુનિયાભરમાં ચર્ચા જગાવી છે.
વાત એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લાઈટ દરમિયાન ઈન્ટરવ્યુમાં એક પત્રકાર પર એટલા ગુસ્સે થઈ ગયા હતાં કે, તેને પ્લેનમાંથી જ નીચે ઉતારી દીધો હતો. તે પત્રકારે ટ્રમ્પને ગુનાહિત તપાસ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ટ્રમ્પને આ સવાલ બદલ લાગી આવ્યું હતું અને તેમણે ત્યાં જ પત્રકારનો મોબાઈલ ફોન છીનવી લીધો.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની હતી જ્યારે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક NBCનો એક પત્રકાર ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કરવા આવ્યો હતો. તેનું નામ વોન હિલીયાર્ડ હતું. તેઓ એવા પત્રકારોમાંના એક હતા જેમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ વાત કરી રહ્યા હતા. જ્યારે રિપોર્ટર વોન હિલીયાર્ડનો વારો આવ્યો, ત્યારે તેણે ટ્રમ્પને પૂછ્યું કે, શું તે બ્રેગની તપાસથી નિરાશ છે? આ સવાલથી ટ્રમ્પ નારાજ થઈ ગયા હતાં અને તેમણે પત્રકારને આ મામલે સવાલ પૂછવાની મનાઈ ફરમાવી દીધી હતી.
ફેક ન્યૂઝ ચેનલે એનબીસીને જણાવ્યું
ટ્રમ્પે કહ્યું હતું કે , હું કોઈ વાતથી નારાજ નથી. અને હું શા માટે નિરાશ થવ? મેં હાલ જ 2 કલાક ભાષણ આપ્યું. અને, જે તપાસની વાત કરવામાં આવી રહી છે તે નકલી તપાસ છે. મેં કંઈ ખોટું કર્યું નથી.
ત્યાર બાદ ટ્રમ્પે પત્રકારને પૂછ્યું હતું કે - શું તમે NBCથી છો? ટ્રમ્પે કહ્યું હતું કે, હવે તમે મને બીજો કોઈ પ્રશ્ન ન પૂછો. જ્યારે પત્રકાર કંઈક બીજું પૂછવા માંગતો હતો, ત્યારે ટ્રમ્પે ટેબલ પરથી બે ફોન ઉપાડ્યા અને ફેંકી દીધા. જ્યારે ટ્રમ્પનું એક રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. તે રેકોર્ડિંગમાં, ટ્રમ્પ સહાયકોને તેમને અહીંથી બહાર કાઢવા માટે કહેતા સાંભળી શકાય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેને અહીંથી બહાર કાઢો. અહીંથી બહાર ચાલ્યા જાવ.
ટ્રમ્પ પણ આ મીડિયા ચેનલો પર ગુસ્સે થયા હતા
જાહેર છે કે, આ પહેલા ટ્રમ્પ ન્યૂયોર્ક ટાઈમ્સ, ફોક્સ ન્યૂઝ જેવા મીડિયા હાઉસના પત્રકારો સાથે પણ ખરાબ વર્તન કરી ચૂક્યા છે. તેઓ ઘણીવાર એવા પત્રકારોનું અપમાન કરે છે જેઓ તેમની પસંદગીના પ્રશ્નો પૂછતા નથી. હવે ટ્રમ્પ અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવવાની છે અને તે ચૂંટણીમાં ટ્રમ્પ રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર બની શકે છે.
પોર્ન સ્ટાર સાથે જોડાયેલા કેસ પર સવાલ ઉઠ્યા હતા
ટ્રમ્પ પર આરોપ છે કે, તેમણે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે પૈસા આપ્યા હતા. સ્ટોર્મી ડેનિયલ્સ એ જ પોર્ન સ્ટાર છે જેની સાથે ટ્રમ્પે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ટ્રમ્પે તેમને મોટી રકમ આપી હતી જેથી સ્ટોર્મી પોલ જાહેર ન કરે, પરંતુ અમેરિકન કાયદામાં આવા પૈસા આપવાને અપરાધ માનવામાં આવે છે અને NBCના એક રિપોર્ટરે ટ્રમ્પને આ અપરાધિક કેસ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.