વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રજા આપવામાં આવી શકે છે. ડોક્ટરોએ કહ્યું કે, તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. અમેરિકાની ચૂંટણીની વચ્ચે કોરોનાની સારવાર કરાવી રહેલ ટ્રમ્પે પોતાના સમર્થકોને સરપ્રાઈઝ આપવી. ટ્રમ્પે હોસ્પિટલની બહાર પોતાના સમર્થકોની વચ્ચે પહોંચ્યા.


વોલ્ટર રીડ હોસ્પિટલથી નીકળ્યા બાદ ટ્રમ્પે પોતાના સમર્થકોની વચ્ચે પહોંચ્યા જોકે આ દરમિયાન તે ગાડીમાં જ હતા, તેમના ચહેલા પર માસ્ક હતું. તે હાથ હલાવતા સમર્થકોની વચ્ચે નીકળ્યા. નીકલતા પહેલા જ તેમણે પોતાના સમર્થકો માટે એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો.

શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી કે ટ્રમ્પને કોરોના થયો છે. શનિવારે ડોક્ટરોમાં ચિંતા વ્યાપી ગઈ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના શરારમાં ઓક્સીજનની ઘટ જોવા મળી હતી. ટ્રમ્પ 74 વર્ષના છે, ઓવરવેટ છે માટે તે કોરોનાનું જોખમ ધરવાતી ઉંમર ગ્રુપમાં આવે છે. પરંતુ રવિવારે સવારે જ તે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા.

કહેવાય છે કે, ટ્રમ્પને બે દવા આપવામાં આવી, રેમડેસિવિર અને ડિક્સામિથાસોન. રેમડેસિવિર એન્ટી વાયરસ દવા છે જે વાયરસની વધવાની ગતિને રોકે છે. જ્યારે ડિક્સામિથાસોન એક સ્ટીરોયડ છે જે શરીરમાં ઇમ્યૂન સિસ્ટમને વધારે છે.


જોકે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે સ્ટીરોઈડ બાદ વ્યક્તિ સ્વસ્થ્ય દેખાય છે પરંતુ આ દવા પ્રયોગમાં વધારે કારગર સાબિત નથી થઈ. WHOએ એ ચેતવમી પણ આપી કે આ દવાનો ઉપયોગ ત્યાં સુધી ન કરવો જોઈ જ્યાં સુધી દર્દી ગંભીર સ્થિતિમાં ન હોય.

જોકે અમેરિકામાં ટ્રમ્પની સારવાર પર સવાલ પણ ઉઠી રહ્યા છે, કહેવાય છે કે બીમારી સાથે જોડાયેલ સમગ્ર સત્ય સામે નથી આવી રહ્યું. શું ટ્રમ્પને પહેલાથી જ કોરોના હતો જે છુપાવ્યો અથવા બે દિવસમાં તેની બમારી કેવી રીતે બાગી ગઈ. સવાલ એટલા માટે પણ ઉઠે છે કારણ કે અમેરિકામાં હાલમાં ચૂંટણી યોજોવાની છે અને ટ્રમ્પના કોરોનાના અહેવાલની ચૂંટણી પર અસર પડવાનું નક્કી છે.