વોશિંગટન: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે સપથ લેતા પહેલા જાપાની પ્રધાનંત્રી શિંજો આંબે સાથે મુલાકાત કરી હતી. આઠ નવેંબરના ચૂંટણી જીત્યા બાદ ટ્રંપની કોઈ વિદેશી નેતા સાથેની આ પ્રથમ મુલાકાત છે. ટ્રંપ અને શિંજો વચ્ચે ટ્રંપ ટાવરમાં 90 મિનીટ સુધી વાત-ચીત ચાલી હતી.
જાપાની પ્રધાનમંત્રી શિંજોએ કહ્યું ચૂંટણી જીત્યા બાદ સૌથી પહેલા મારી સાથે મુલાકાત કરી છે. હુ પોતાને સમ્માનિત અનુભવું છું. અમેરિકા અને જાપાન વચ્ચે જેટલો વિશ્ર્વાસ બનેલા રહેશે તેટલા બંને દેશોના સંબંધો મજબૂત થશે. ટ્રંપની સત્તા હસ્તાંતરણ ટીમે આ મુલાકાતને ઔપચારીક ગણાવી હતી.
ઉલ્લેખનિય છે કે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ટ્રંપ પ્રધાનમંત્રી મોદી સહીટ વિશ્ર્વના 32 નેતાઓ સાથે ફોન પર વાત કરી ચુક્યા છે. બરાક ઓબામાનો કાર્યકાળ જાન્યારીમાં પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારબાદ ટ્રંપ રાષ્ટ્રપતિનો કાર્યબાર સંભાળશે. જાપાની અધિકારીઓએ જણાવ્યું કે આ મુલાકાત બાદ શિંજોએ ટ્રંપને ગોલ્ફ ડ્રાઈવર ભેટમાં આપ્યુ જ્યારે ટ્રંપએ શિંજોને ગોલ્ફ વિયર ભેટમાં આપ્યું હતું.