વૉશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને કડક શબ્દોમાં ચેતાવણી અને ધમકી આપતા કહ્યું કે, જો તે અમેરિન હિતો પર હુમલો કરે છે તો અમે તેને નષ્ટ કરી દઇશુ. ટ્રમ્પે રવિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘‘જો ઇરાન લડવા માંગતુ હોય તો આ ઇરાનનો સત્તાવાર અંત હશે. અમેરિકાને ક્યારેય પણ ધમકી ના આપવી.’’


અમેરિકા અને ઇરાનની વચ્ચે તનાવ ચરમ પર છે. અમેરિકાએ ‘ઇરાનથી ખતરાને’ જોતા ખાડીમાં એક વિમાનવાહક પોત અને બી-52 બૉમ્બવર્ષક તૈનાત કર્યુ છે.


આ તનાવની વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ જરીફે ચીનની પોતાની યાત્રાના અંતમાં સરકારી સંવાદ સમિતી આઇઆરએનએને શનિવારે કહ્યું કે, ‘‘અમે એ વાતને લઇને સ્પષ્ટ છીએ... કોઇ યુદ્ધ નહીં થાય કેમકે ના અમે યુદ્ધ ઇચ્છીએ છીએ અને ના કોઇને પણ આ વાતનો ભ્રમ છે, કે તે ક્ષેત્રમાં ઇરાનનો સામનો કરી શકે છે.’’

ઇરાન અને અમેરિકાની વચ્ચે સંબંધ ગયા વર્ષે તે સમયે બગડ્યા હતા, જ્યારે ટ્રમ્પ સરકારે 2015ના પરમાણું કરારમાંથી પીછેહઠ કરી દીધી હતી અને ફરીથી પ્રતિબંધ લગાવી દીધો હતો.