વૉશિંગટનઃ કોરોના વાયરસ મહામારીની સૌથી ઘાતક અસર અમેરિકામાં પર થઇ રહી છે. ચીનના વુહાનમાંથી નીકળેલો કોરોના વાયરસ અમેરિકામાં રોજ મોતના નવા આંકડાઓ લઇને સામે આવી રહ્યો છે, અમેરિકામાં અંદર લોકો એકબાજુ લૉકડાઉનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે કંટાળેલા ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ગણી રહેલા ટ્રમ્પ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં આવી ગયા છે. હવે આ મહામારીન તપાસ માટે કેટલાક એક્સપર્ટ્સને ચીનના વુહાનમાં મોકલવાની તૈયારી કરી રહ્યાં છે. આ એક્સપર્ટ્સ ત્યાં જઇને વાયરસની ઉપજ પર તપાસ કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ચીનને ચેતાવણી આપી હતી કે, જો ચીન આ વાયરસ માટે જવાબદાર
ઠરશે તો આની સજા ભોગવવી પડશે. ટ્રમ્પે કહ્યું અમે પહેલા જ ચીની અધિકારીઓને ચીનની અંદર જવા અને ત્યાં શું ચાલી રહ્યું છે તે જોવા જવાની પરમીશન માંગી હતી, પણ કોઇ તૈયાર ન હતુ થયું.
ટ્રમ્પે કહ્યું અમેરિકા આ વાયરસ પાછળની સચ્ચાઇ શોધી રહ્યું છે કે આ વાયરસનો જન્મ ક્યાંથી થયો, વુહાનની લેબમાંથી થયો કે પછી બીજે ક્યાંકથી. ટ્રમ્પ આને ચીની વાયરસ પહેલાથી જ કહી ચૂક્યા છે.
ટ્રમ્પે કહ્યું કે આ વાયરસની ઉત્પતિ અને તેને લગતા નિષ્કર્ષોની તપાસ માટે અમે કેટલાક અમેરિકન એક્સપર્ટ્સને ચીનના વુહાનમાં મોકલીશું.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પહેલાથી જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર ચીનનો બચાવ કરવાનો આરોપ મુકી ચૂક્યા છે, અને ડબલ્યૂએચઓની ફન્ડિંગ પણ રોકી દીધી છે.
નોંધનીય છે કે, અમેરિકામાં કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા 40553 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 763,832 લાખ પર પહોંચી ગઇ છે, આમાં 71003 લોકો સાજા થઇ ચૂક્યા છે.
ટ્રમ્પ ચીન સામે આરપાર કરવાના મૂડમાં, વાયરસની તપાસ કરવા વુહાનમાં મોકલશે એક્સપર્ટની ટીમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2020 01:08 PM (IST)
ટ્રમ્પે કહ્યું અમેરિકા આ વાયરસ પાછળની સચ્ચાઇ શોધી રહ્યું છે કે આ વાયરસનો જન્મ ક્યાંથી થયો, વુહાનની લેબમાંથી થયો કે પછી બીજે ક્યાંકથી. ટ્રમ્પ આને ચીની વાયરસ પહેલાથી જ કહી ચૂક્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -