નવી દિલ્હીઃ ચીનના વુહાનમાંથી નીકળેલો કોરોના વાયરસ દુનિયાભરમાં પોતાની ખતરનાક ધાક જમાવતો દેખાઇ રહ્યો છે. હાલ અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

મહામારી સામે જંગ લડી રહેલા અમેરિકા હવે આકરા મૂડમાં આવ્યુ છે, ટ્રમ્પે કોરોના પર બેદરકારીને લઇને ચીનને સીધી ચેતાવણી પણ આપી દીધી છે. ટ્રમ્પે ચીનને કરેલુ ભોગવવા તૈયાર રહે કહીને ધમકી આપી દીધી છે.

રિપોર્ટ છે કે અમેરિકામાં કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા 40553 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 763,832 લાખ પર પહોંચી ગઇ છે, આમાં 71003 લોકો સાજા થઇ ચૂક્યા છે. રિપોર્ટ પ્રમાણે જોઇએ તે કોરોના અમેરિકામાં સૌથી ઝડપથી ઘાતક થઇ રહ્યો છે.



બીજી ખાસ વાત છે કે, મોત ઉપરાંત કોરોનાએ અમેરિકામાં નોકરીઓમાં પણ કેર વર્તાવ્યો છે. અત્યાર સુધી 2.2 કરોડ લોકો કોરોનાના કારણે અમેરિકામાં નોકરીઓ ગુમાવી ચૂક્યા છે. હાલ 33 કરોડની વસ્તીમાંથી 95 ટકા લોકો પોતાના ઘરોમાં કેદ થઇને બેઠા છે.

મહામારની સમયે અમેરિકાએ લોકોની મદદ માટે અને અર્થવ્યવસ્થાને બચાવવા માટે બે હજાર અબજ ડૉલરનુ રાહત પેકેજ પણ જાહેર કર્યુ છે.