નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના એવા સિલેક્ટેડ નેતાઓમાં સામેલ છે જેની પાસે આ પદ પર પહોંચ્યા પહેલા પણ અઢળક સંપતિના માલિક હતા. માત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ખાડી દેશના નેતાઓની સંપતિ જ તેમનાથી વધારે છે. આવામાં દરેકને એ સવાલ થાય કે ટ્રમ્પની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને તેમની દીકરી ઇવાન્કા ટ્રમ્પની સંપતિમાં કેટલો ફરક હશે. અમે અહીં તમને બન્નેની સંપતિ વિશે માહિતી આપી રહ્યાં છીએ.


કેટલી છે મેલાનિયા ટ્રમ્પની સંપતિ
ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પની સંપતિ હજુ 38.6 મિલીયન પાઉન્ડ (લગભગ 380 કરોડ રૂપિયા) બતાવવામાં આવી રહી છે. અમેરિકાના ફર્સ્ટ લેડી બન્યા પહેલા મેલાનિયા એક સક્સેસ બિઝનેસ વેન્ચર રહી ચૂકી છે. કહેવાઇ રહ્યું છે કે મેલાનિયા 1998માં ડોનાલ્ડ ટ્રમ્પને મળી હતી, ત્યારે તે એક લૉકપ્રિય મૉડલ હતી. મેલાનિયા મૉડેલિંગ કેરિયરની સાથે સાથે બિઝનેસ પણ કરતી હતી. મેલાનિયાએ અનેક બ્રાન્ડો માટે મૉડલિંગ પણ કર્યુ છે.

કેટલી છે ઇવાન્કા ટ્રમ્પની સંપતિ
ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા પોતાની સૌતેલી મા મેલાનિયાથી ખુબ અમીર છે. ફૉર્બ્સ મેગેઝિન અનુસાર, તેની કુલ સંપતિ 289 મિલીયન પાઉન્ડ્સ (લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા)ની આસપાસ છે. એટલે મેલાનિયાની સરખામણીમાં અંદાજે 10 ગણી વધારે છે. ઇવાન્કાએ પણ પોતાની કેરિયર મૉડલ તરીકે શરૂ કરી હતી, પણ પછીથી તેને બિઝનેશ શરૂ કરી દીધો હતો.

ઇવાન્કા પોતાના પિતા ટ્રમ્પના બિઝનેસ અને તેની કંપનીમાં એક્ઝિક્યૂટિવ પ્રેસિડેન્ટ રહી ચૂકી છે. કહેવાઇ રહ્યું છે કે આ દરમિાયન તેને 27 મિલીયન પાઉન્ડ (લગભગ 265 કરોડ રૂપિયા) કમાયા. તે ટ્રમ્પ હૉટલના ઇન્ટીરિયર ડિઝાઇનિંગની જવાબદારી પણ સંભાળે છે.