Drone attack:જાણે આખી દુનિયામાં હિંસા અને યુદ્ધનો સમય ચાલી રહ્યો છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના યુદ્ધની સાથે બાંગ્લાદેશમાં પણ હિંસા ફેલાઈ છે. હવે મ્યાનમારમાં પણ રોહિંગ્યા મુસ્લિમો પર હુમલા કરવામાં આવી રહ્યાં છે, જેમાં અનેક લોકોના જીવ ગયા. શનિવારે રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં લગભગ 200 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો યુદ્ધથી બચવા માટે બાંગ્લાદેશ ભાગી રહ્યા હતા. નદી કિનારે લોકોના મૃતદેહો હજુ પણ પડ્યા છે. મરનારાઓમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.


આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, કાદવવાળા ખેતરમાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા. તેમની સુટકેસ અને બેકપેક તેમની આસપાસ વેરવિખેર હતા. ત્રણ લોકોએ કહ્યું કે, 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, તેણે ઓછામાં ઓછા 70 મૃતદેહો જોયા છે,       


હિંસક વિરોધને કારણે હાલ  બાંગ્લાદેશમાં ઘણી અશાંતિ છે, જો કે, તેમ છતાં, મ્યાનમારના ઘણા રોહિંગ્યા મુસ્લિમો સરહદ પાર કરીને બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મ્યાનમારથી ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમોના આવા જ એક જૂથ પર સરહદ નજીક ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 200 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.


ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચાર પ્રત્યક્ષદર્શીઓ, કાર્યકર્તાઓ અને એક રાજદ્વારીએ આ ડ્રોન હુમલાઓ વિશે જણાવ્યું, જેમાં બાંગ્લાદેશ સરહદ પાર કરવાની રાહ જોઈ રહેલા પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલા બાદ લોકો તેમના મૃતકો અને ઘાયલ સ્વજનોને ઓળખવા માટે મૃતદેહોના ઢગલા  વચ્ચે ભટકી રહ્યા હતા. અહેવાલ મુજબ, તાજેતરના અઠવાડિયામાં લશ્કરી જુન્ટા સૈનિકો અને બળવાખોરો વચ્ચેના સંઘર્ષ દરમિયાન રખાઈન રાજ્યમાં નાગરિકો પર આ હુમલો સૌથી ઘાતક હુમલો છે. રોઇટર્સે ત્રણ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે, આની પાછળ અરાકાન આર્મીનો હાથ હતો, જો કે જૂથે આ આરોપોને નકારી કાઢ્યા છે. મ્યાનમારની સેના અને મિલિશિયાએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો છે.


“જ્યારે ઉઠ્યો તો બાજુમાં પત્ની અને બાળક ઘાયલ અવસ્થામાં હતા”


રિપોર્ટ અનુસાર, 35 વર્ષીય મોહમ્મદ ઇલ્યાસ નામના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હુમલામાં તેની ગર્ભવતી પત્ની અને 2 વર્ષની પુત્રી ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. ઇલ્યાસે બાંગ્લાદેશના એક શરણાર્થી શિબિરમાંથી રોઇટર્સને જણાવ્યું હતું કે જ્યારે ડ્રોને ભીડ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે તે બીચ પર તેમની સાથે ઊભો હતો.


ઇલ્યાસે કહ્યું, 'મને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે પોતાની જાતને બચાવવા માટે જમીન પર સૂઈ ગયો હતો અને જ્યારે તે જાગી ગયો ત્યારે તેણે જોયું કે તેની પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ છે અને તેના અન્ય ઘણા સંબંધીઓ મૃત હાલતમાં પડ્યા છે.