Trending News in Hindi: શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાલ્કનીમાં કપડા સુકવવા પર દંડ લાગી શકે છે. ભારતમાં આ સંભવ નથી લાગતુ પરંતુ દુબઇમાં આવું થવા જઇ રહ્યું છે. વાસ્તવમાં Dubai Municipalityએ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અનેક કાયદાઓ બનાવ્યા છે. આ સંબંધમાં વધુ એક કડક નિર્ણય લીધો છે. જે અનુસાર જો કોઇ પોતાની બાલ્કનીમાં કપડા સુકવશે તો તેને દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ અનેક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર Dubai Municipalityના આ નિર્ણય બાદ બાલ્કનીમાં કપડા સુકવતા જોવા મળશે તો તેને 500થી 1500 દિરહમ એટલે કે 10 થી 30 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સંબંધમાં એક ટ્વિટમાં Dubai Municipalityએ લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાની બાલ્કનીનો ખોટો ઉપયોગ ના કરે અને એવું કાંઇ ના કરે જેનાથી બાલ્કની ખરાબ દેખાય. તે સિવાય બાલ્કનીમાંથી સિગારેટની રાખ જો નીચે પડશે તો દંડ થશે. બાલ્કનીમાંથી કચરો નાખવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. બાલ્કની ધોતી વખતે જો પાણી નીચે પડશે તો પણ દંડ ફટાકરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક