લંડનઃ દુબઈના શાસક અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પત્નિ અને જોર્ડનની રાજકુમારી હયાને પોતાનાથી 10 વર્ષ નાના બ્રિટિશ બોડીગાર્ડ સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. બંનેએ વર્ષો સુધી રંગરેલિયાં મનાવ્યાં હતાં ને હયાએ બોડીગાર્ડને પોતાની સાથેના શારીરિક સંબંધો અંગે ચૂપ રહેવા 12 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બ્રિટનના જાણીતા અખબાર ડેઈલી મેઈલમાં આ ધડાકો કરાયો છે.

આ ઉપરાંત હયાએ પોતાના પ્રેમીને 50 લાખ રૂપિયાની લક્ઝુરીયસ વોચ સહિતની મોંઘીદાટ ગિફ્ટ પણ આપી હતી. બ્રિટનમાં ચાલી રહેલા એક કેસમાં હયાએ આ વાત સ્વીકારી છે. હયાને શેખ સાથેના લગ્નથી બે સંતાનો પણ થયાં છે.



હયાના શારીરિક સંબંધો અંગે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમને ખબર પડી જતાં પ્રિન્સેસ હયા તેના બોડીગાર્ડ સાથે બ્રિટન ભાગી ગઈ હતી. હયા દુબઈથી ભાગીને જર્મની આવી હતી અને ત્યાંથી બ્રિટનમાં પહોંચી હતી. એ પછી પ્રિન્સેસ હયાએ પોતાનાં સંતાનોની ની કસ્ટડી મેળવવા બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી. આ કેસ ચાલતો હતો ત્યારે પ્રિન્સેસ હયાના બોડીગાર્ડ સાથેના શારીરિક સંબંધોનો ઘટસ્ફોટ થયો હતો. પ્રિન્સેસ હયા ભાગીને બ્રિટન આવી પછી મોહમ્મદ બિન રાશિદે 2019માં શરિયા કાયદા પ્રમાણે પ્રિન્સેસ હયાને તલાક આપી દીધા હતા.



બોડીગાર્ડ પરણિત હતો અને પ્રિન્સેસ સાથે અફેરની વાતો બહાર આવતાં તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા. તેની પત્નીએ પણ અગાઉ બોડીગાર્ડનું અફેર હયા સાથે ચાલતું હોવાનો દાવો કર્યો હતો.

પ્રિન્સેસ હયા શેખ મોહમ્મદબિન રાશિદની છઠ્ઠી પત્ની હતી. 46 વર્ષની રાજકુમારી હયા 2016થી બ્રિટનના 36 વર્ષના બોડીગાર્ડ રસેલ ફ્લોવર સાથે શારીરિક સંબંધ બાંધતી હોવાનો ધડાકો થયો હતો. રાજકુમારીએ રસેલ સાથેના સંબંધોની માહિતી ગુપ્ત રાખવાના બદલામાં ત્રણ અન્ય બોડીગાર્ડ્સને પણ સારી એવી રકમ ચૂકવી હતી. રાજકુમારી હયા બે સંતાનોની મા છે. પોતાનાં સંતાનોની કસ્ટડી મેળવવા માટે તે કેસ લડી રહી છે.