Afghanistan Mosque Blast: અફઘાનિસ્તાનથી મોટી ખબર સામે આવી છે. અહીના મજાર-એ-શરીફ મસ્જિદમાં બ્લાસ્ટ થવાના સમાચાર છે. આની સાથે જ કાબુલ, નગંરહાર અને કુંદુજમાં પણ ધમાકા થયા છે. મસ્જિદમાં કુલ 4 બ્લાસ્ટ થવાના સમાચાર છે. આમાં 18 લોકોના મોત થયા છે, અને કેટલાય લોકો ઘાયલ પણ થયા છે.
અફઘાનિસ્તાનની મજાર-એ-શરીફ મસ્જિદ સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ બ્લાસ્ટ થવાથી 18 લોકોના મોત થયા છે. આમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ચાર બ્લાસ્ટ થતા અફઘાનિસ્તાનમાં અફડાતફડી મચી ગઇ છે.
ગયા વર્ષે પણ થયો હતો મોટો હુમલો
ગયા વર્ષે પણ તાલિબાન સરકાર બન્યા બાદ અફઘાનિસ્તાનના કુંદુજમાં એક શિયા મસ્જિદમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, કુંદુજની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત તે સમયે કાબુલમાં મસ્જિદના દરવાજા પર પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.
આ પહેલાં પણ 3 ઓક્ટોબર 2021ના રોજ કાબુલમાં એક મસ્જિદની બહાર ઘાતક વિસ્ફોટ થયો હતો, જેમાં 5 સામાન્ય નાગરિકોના મોત થયા હતા.
આ પણ વાંચો.......
IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો
હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો
સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો