Earthquake:ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી છે અને આફ્ટરશોક્સની શક્યતા અંગે ચેતવણી આપી છે. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) અનુસાર, ભૂકંપ 62 કિલોમીટર (38.53 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચા સ્થાને જવાની સલાહ આપી છે. કટોકટી સેવાઓ એલર્ટ પર છે, અને નાગરિકોને સરકારી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

Continues below advertisement

Philippine Institute of Volcanology and Seismology (Phivolcs) 1૦ ઓક્ટોબર, 2૦25 ના રોજ સવારે 9:43:54 થી 11:43:54 (PST) ની વચ્ચે સુનામીના પ્રથમ મોજા આવવાની ધારણા છે, અને તે ઘણા કલાકો સુધી ચાલુ રહી શકે છે.                                     

Phivolcs ના જણાવ્યા મુજબ, સ્થાનિક સુનામી પરિદૃશ્ય ડેટાબેઝ સૂચવે છે કે, મોજા સામાન્ય ભરતીના સ્તરથી એક મીટર કે તેથી વધુ ઉપર અને બંધ ખાડીઓ અથવા સાંકડા જળમાર્ગોમાં તેનાથી પણ વધુ ઊંચામોજા ઉછળી શકે  છે.

Continues below advertisement

ભૂકંપ Davao Orientalના Manay ટાઉનની પાસે સમુદ્રી વિસ્તારમાં આવ્યો હતો. જેનાથી Phivolcsને સંભવિત આફટરશોકસની ચેતવણી અપાઇ છે. હજું સુધી  નુકસાનના અહેવાલ નથી.                                                                                                                                                            

ગયા અઠવાડિયાની ભૂકંપ દુર્ઘટના

આ પહેલા, ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 74 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. ભૂકંપે સેન્ટ પીટર ધ એપોસ્ટલના ઐતિહાસિક પેરિશ, બાન્ટાયનને પણ સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હતું.