ન્યૂઝીલેન્ડના ઉત્તરી-પૂર્વી તટ પર ગુરુવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેને લઈ અધિકારીઓએ સુનામીના ખતરાની ચેતવણી આપી. ભૂકંપથી ગંભીર નુકસાનના સમાચાર હાલ નથી. ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય આપાતકાલીન પ્રબંધન એજન્સીએ કહ્યું કે તેઓ હજુ પણ આંકલન કરી રહ્યા છે કે શું ભૂકંપના કારણે સુનામી આવી શકે છે. ભૂકંપની તીવ્રતા 7.3 નોંધાઈ છે.
એજન્સીએ તટ પાસે રહેતા લોકોને સલાહ આપી કે તેઓ લાંબા સમય સુધી આંચકાને અનુભવે તો તાત્કાલિક ઉંચા મેદાન ક્ષેત્રમાં જતા રહે. પીટીડબ્લ્યૂસીએ કહ્યું કે ભૂકંપનાન કેંદ્રના 300 કિમી નીચે સુનામીની લહેર સંભવ છે.