ઈજિપ્તના મિસરમાં એક રોડ અકસ્માતમાં ભારતીય અને મલેશિયાના પર્યટક સહિત છ મુસાફરોનાં મોત નિપજ્યાં હતાં અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં આવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. એક સિક્યોરિટી ઓફિસરે AFPને જણાવ્યું હતું કે, પ્રવાસીઓને લઈ જતી બે બસ કાહિરાના પૂર્વ ભાગમાં એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અરસ્માતમાં


ખાનગી અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, તેમાં બે મલેશિયા મહિલા પર્યટક, ભારતીય પ્રવાસી અને મિસરના ત્રણ નાગરિકો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેકની હાલત ગંભીર છે.

ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું કે, એન સોખના નજીક 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બસને અકસ્માત નડ્યો હતો. એમ્બેસીએ આ પ્રવાસીઓના સગા સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યાં છે.

ભારતીય દૂતાવાસે વિદેશ મંત્રી એસ.જયશંકરને ટેગ કરતા ટ્વીટ કર્યું છે કે, ઈજિપ્તના એન સોખનામાં 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. હેલ્પલાઈન નંબર +20-1211299905 અને +20-1283487779 ઉપલબ્ધ છે.