Eiffel Tower: ફ્રાન્સની રાજધાની પેરિસના એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે શનિવારે એફિલ ટાવરના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા હતા. બોમ્બની ધમકી બાદ ત્યાં હાજર લોકોને જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો.






સાઇટનું સંચાલન કરતી સંસ્થા SETEએ જણાવ્યું હતું કે  પોલીસ એક માળ પર સ્થિત રેસ્ટોરન્ટ સહિત સમગ્ર વિસ્તારમાં તપાસ કરી રહી છે. 


મળતી માહિતી મુજબ, ફ્રાન્સની રાજધાની પેરિસમાં સ્થિત આ ઐતિહાસિક ઈમારતના ત્રણ માળને પોલીસે ખાલી કરાવ્યા છે.  બોમ્બને શોધવા અને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને સ્થળ પર મોકલવામાં આવી છે. એફિલ ટાવરની આસપાસ પણ બોમ્બ શોધવામાં આવી રહ્યા છે. પોલીસે ટાવરની ફરતે બેરિકેડ લગાવી દીધા છે અને પ્રવાસીઓને પણ ટાવરથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. 


સ્થાનિક મીડિયાએ એક પ્રવક્તાના હવાલાથી જણાવ્યું કે બોમ્બની ધમકી 12 ઓગસ્ટના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ મળી હતી. ધમકી મળ્યા બાદ તરત જ ટાવરના ત્રણેય માળેથી અને નીચેના પ્લાઝામાંથી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. એફિલ ટાવરની સુરક્ષા વ્યવસ્થા પર નજર કરીએ તો તેના સાઉથ પિલર પર પોલીસ સ્ટેશન છે. આ સ્ટેશનમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. ટાવરના કેમ્પસમાં પ્રવેશતા પહેલા મુલાકાતીઓએ ભારે સુરક્ષા દેખરેખમાંથી પસાર થવું આવશ્યક છે. 


જણાવી દઈએ કે એફિલ ટાવર પર નિર્માણ કાર્ય જાન્યુઆરી 1887 માં શરૂ થયું હતું અને 31 માર્ચ 1889 ના રોજ સમાપ્ત થયું હતું. 1889ના  વર્લ્ડ ફેર દરમિયાન 20 લાખ પ્રવાસીઓએ એફિલ ટાવર જોયો હતો. રાત્રે એફિલ ટાવરની તસવીરો લેવી ગેરકાનૂની માનવામાં આવે છે. તેમજ ટાવરની લાઈટો કોપીરાઈટ હેઠળ આવે છે. તેથી, જો કોઈ વ્યક્તિ રાત્રે એફિલ ટાવરની તસવીરો ક્લિક કરવા માંગે છે, તો તેણે સરકારની પરવાનગી લેવી પડશે.  જ્યારે એફિલ ટાવર બનાવવામાં આવ્યું ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત હતી. આજની તારીખે ટાવરની ઊંચાઈ 324 મીટર છે, જે પરંપરાગત 81 માળની ઇમારતની ઊંચાઈ જેટલી છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial