ટેસ્લાના સીઈઓ અને સ્પેસ એક્સના સંસ્થાપક એલન મસ્કનો આજે જન્મ દિવસ છે. 28 જૂન 1971ના રોજ જન્મેલા મસ્ક આજે 50 વર્ષના થયા છે. આ અવસર તેમની માતાએ શાનદાર તસવીર શેર કરી છે. તેની માતા એ તસવીર શેર કરીને લખ્યું 50 વર્ષ પહેલાના આ શાનદાર દિવસ માટે આભાર. તે મને ખૂબ આનંદ આપ્યો છે, આજના દિવસે અઢળક પ્રેમ.


દક્ષિણ આફ્રિકામાં જન્મ


એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. 17 વર્ષની ઉંમરમાં તેઓ કેનેડા આવી ગયા હતા. તેમને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. તેઓ શાંત સ્વભાવના જોવાથી બાળપણમાં મિત્રો તેમને પરેશાન કરતા હતા. મસ્કે માત્ર 10 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર શીખી લીધું હતું. 12 વર્ષની ઉંમરે તેણે બ્લાસ્ટર નામની વીડિયો ગેમ તૈયાર કરી હતી. જેને સ્થાનિક મેગેઝીને 500 ડોલરમાં ખરીદી લીધી હતી






2004માં ટેસ્લાની સ્થાપના કરી


એલન મસ્કે 1993માં સૌપ્રથમ વપરાયેલી BMW કાર ખરીદી હતી. આ કારનું નિર્માણ 1978માં થયું હતું. આ કારના કાચને બદલવા માટે એલન મસ્કે ભંગારની દુકાનમાંથી 20 ડોલરમાં જૂનો કાચ ખરીદ્યો હતો. વર્ષ 2004માં મસ્કે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની સ્થાપના કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં સ્પેસ પર જતા રોકેટ સહિતનું બધું જ ઇલેક્ટ્રિક થઈ જશે અને ટેસ્લા આ પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મસ્કની કામગીરી ભવિષ્યની કાર બનાવનારી કંપની સુધી મર્યાદિત નથી. ટેસ્લા ઇલેક્ટ્રિક કારના પાર્ટ્સ અને બેટરી બનાવે છે. જેને અન્ય કાર ઉત્પાદકોને વેચવામાં આવે છે.


કેટલા લગ્ન કર્યા છે મસ્કે


મસ્કના અત્યાર સુધીમાં 3 લગ્ન થઈ ચૂક્યા છે. મસ્કે વર્ષ 2000માં કેનેડાની લેખિકા જસ્ટિન સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ આઠ વર્ષ સુધી રહ્યો હતો. ત્યારબાદ તેમણે વર્ષ 2010માં બ્રિટીશ અભિનેત્રી તાલુલા રાઇલી સાથે લગ્ન કર્યા હતા. જોકે, બે વર્ષ પછી તેમના સંબંધો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. મસ્કે વર્ષ 2013માં ફરી એકવાર લગ્ન કર્યા હતા. પરંતુ ત્રણ વર્ષ પછી તેઓ ફરીથી અલગ થઈ ગયા. ત્યારબાદ મસ્ક અને સુપરસ્ટાર અભિનેત્રી એમ્બર હર્ડ વચ્ચેના સંબંધો અંગે મીડિયામાં અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ વ્યસ્ત શિડ્યુલને કારણે બંનેએ બ્રેકઅપ કરી લીધું હતું.