Elon Musk's Warning: એલોન મસ્કે ટ્વીટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે પરંતુ જ્યારથી આ સોદો થયો છે ત્યારથી એલોન મસ્કના વિવિધ નિવેદનો સામે આવી ચુક્યા છે. ત્યારે હવે એલોન મસ્કે આ 44 બિલિયન ડોલરની ડીલ અંગે ચેતવણી આપી દીધી છે અને આ સોદો રદ્દ પણ થઈ શકે છે. જો ટ્વીટર સોશિયલ મીડિયા નેટવર્કના નકલી ટ્વીટર હેન્ડલ અને સ્પેમ વિશેની માહિતી આપવામાં નિષ્ફળ જશે તો આ ડીલ રદ્દ થઈ શકે છે.

Continues below advertisement

સોદો રદ્દ કરવાના તમામ હક સુરક્ષિતઃઆજે એલોન મસ્કે ટ્વીટરને લખેલા એક પત્રમાં આ ચેતવણી આપી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ટ્વીટર પોતાની ફરજના સ્પષ્ટ સામગ્રી ઉલંઘનમાં હતું અને મસ્ક પાસે ટ્વીટરને ખરીદવાના સોદાને રદ્દ કરવાના તમામ હક છે અને તે હક સુરક્ષિત છે. મહત્વનું છે કે, એલોન મસ્કે ટ્વીટરને તેના શેરની કિંમત કરતાં પણ વધુ કિંમત આપીને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, જ્યારથી એલોન મસ્કે ટ્વીટરને ખરીદ્યુ છે ત્યારથી તેઓ વાણી સ્વતંત્રતા અને ખોટા ટ્વીટર હેન્ડલ અને સ્પેમર્સ જેવા મુદ્દાઓને લઈ સતત ચર્ચામાં રહ્યા છે. એલોન મસ્કનું માનવું છે કે, ટ્વીટર પર બધા વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો હક હોવો જોઈએ અને ખોટા ટ્વીટર એકાઉન્ટ બંધ થવા જોઈએ. ત્યારે હવે ટ્વીટર પર રહેલા તમામ ખોટા એકાઉન્ટ બંધ કરવા માટે અને સ્પેમર્સની માહિતી આપવા અંગે એલોન મસ્ક માંગ કરી રહ્યા છે. આ માહિતી આપવામાં ટ્વીટર નિષ્ફળ રહેશે તો આ ડીલ રદ્દ કરવાની ચેતવણી એલોન મસ્કે ટ્વીટરને લખેલા પત્રમાં આપી છે.

Continues below advertisement

સ્પેમ એકાઉન્ટ અંગેની આ છે શરતઃ તમને જણાવી દઈએ કે મસ્કે સ્પષ્ટ કર્યું છે કે, ટ્વીટર અધિગ્રહણનો સોદો ત્યારે જ આગળ વધશે જ્યારે ટ્વીટર પરના સ્પામ એકાઉન્ટ્સ 5 ટકા જેટલાં ઓછા હશે. એલોન મસ્ક કહે છે કે, ટ્વીટર પર લગભગ 229 મિલિયન એકાઉન્ટ્સમાંથી, ઓછામાં ઓછા 20 ટકા 'સ્પામ બોટ્સ' દ્વારા સંચાલિત છે. જે ટ્વીટરના દાવા કરતા 4 ગણાં વધારે છે અથવા તો તેનાથી પણ વધુ હોઈ શકે છે.