વોશિંગટન: ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે એક દિવસમાં ચાર કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી બે રિપોર્ટ પોઝિટિવ અને બે નેગેટિવ આવ્યા હતા. તેના બાદ એલને કોવિડ-19 ટેસ્ટ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે કંઈક બોગસ ચાલી રહ્યું છે

ગુરુવારે એલન મસ્કે ટ્વીટ કરી હતી કે, “કંઈક બોગસ ચાલી રહ્યું છે. આજે મારા ચાર કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં બે નેગેટિવ અને બે પોઝિટિવ આવ્યા હતા. એ જ મશીન, એ જ ટેસ્ટ અને નર્સ પણ એ જ. રેપિડ એન્ટીજન ટેસ્ટ ફ્રોમ બીડી.”



એક ટ્વિટર યૂઝરે સવાલ કર્યો કે, શું એના કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે ? તેના પર મસ્કે જવાબ આપ્યો કે, જે મારી સાથે થઈ રહ્યું છે તે બીજા સાથે પણ થઈ રહ્યું છએ. તેમણે એ પણ કહ્યું કે, મારું અલગ લેબ્સથી પીસીઆર ટેસ્ટ થઈ રહ્યું છે. તેના પરિણામ આવતા 24 કલાકનો સમય લાગશે.

અન્ય એક યૂઝરે તેમને પૂછ્યું કે, શું તેમને કોરોનાના લક્ષણ હતા, તો મસ્કે જવાબ આપ્યો કે તેમને માત્ર શરદી -ખાસીના હલકા લક્ષ્ણ અનુભવાઈ રહ્યો છે. વધારે કંઈ નથી.

મસ્ક સંભવિત Becton Dickinson and Co's ના રેપિડ એન્ટીજન ટેસ્ટની વાત કરી રહ્યાં છે. Becton Dickinson કોવિડ-19ના એન્ટીજન ટેસ્ટ સૌથી મોટા સપ્લાયરમાંથી એક છે. કંપનીએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, અમેરિકી નર્સિંગ હોમ્સની તે રિપોર્ટ પર તપાસ કરી રહી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે રેપિડ કોરોના વાયરસ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ ખોટા પોઝિટિવ રિઝલ્ટ આપી રહ્યું છે.