Russia-Ukraine War: જ્યારથી રશિયાએ યૂક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી અમેરિકાથી લઈને વિશ્વના ઘણા દેશો રશિયા સાથે સંબંધો તોડી રહ્યા છે અને તેમના પર પ્રતિબંધો લગાવી રહ્યા છે. તો હવે રશિયા અને યુક્રેનના યુદ્ધથી નારાજ યુરોપિયન સ્પેસ એજન્સી(ESA)એ મંગળ મિશનથી રશિયાની સ્પેસ એજન્સી Roscosmosને બહાર કરી દીધી છે. હવે આ મિશનમાં રશિયાના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદ લેવામાં આવશે નહીં. આ મિશન અંદાજે 8433 કરોડ રૂપિયાનું છે. જેમા યુરોપિયન દેશોની સાથે સાથે રશિયા પણ હતું. ESA અને રશિયાની સ્પેસ એજન્સી એક્સમાર્સ મિશનને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવાનું હતું.


ESAના ડિરેક્ટર જનરલ જોસેફ એશબેશરે કહ્યું કે, એક્સોમાર્સ એક રોવર છે, જેને મંગળ ગ્રહ પર મોકલીને ત્યાં ઐતિહાસિક અને પ્રાચીન વાતાવરણની તપાસ કરવાની હતી.જેથી જીવનની ઉત્પત્તિ અને તેના પુરાવાને શોધી શકાય. તેની સાથે સાથે ભવિષ્યના જીવનની શક્યતાઓને પણ શોધી શકાય. તેમણે કહ્યું કે હવે લોન્ચિંગમાં સમય લાગશે. કેમ કે હાલની પરિસ્થિતિ યોગ્ય નથી. યૂરોપિયન દેશોએ આ મિશનમાંથી રશિયાને બહાર કરી દીધુ છે. હવે આ રોવરને લઈને ફરી કોઈ યોજના બનાવવામાં આવશે. તેના હિસાબે તૈયારી કરવામાં આવશે.


રોવર બનાવ્યુ હતું ESA એ, તેને લોન્ચ કરવાનું હતું રશિયાના રોકેટથી


એક્સોમાર્સનું નામ રોસેલિંડ ફ્રેંકલિન રાખવામાં આવ્યું છે. તેના એસેમ્બલનું કામ યૂકેમાં થઈ રહ્યું છે. જેને રુશિયાના રોકેટ વડે લોન્ચ કરવાનું હતું. જેને જર્મનીના સ્પેસક્રાફ્ટમાં સેટ કરીને રોકેટમાં લગાવીને લોન્ચ કરવાનું હતું. હવે આ નિર્ણયથી યૂરોપિયન સ્પેસ એજન્સીને મોટો ઝટકો લાગ્યો છે જો કે સૌથી વધુ નુકસાન રશિયાને થશે. હવે જે રીતની અત્યારે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેનાથી એવી આશા છે કે આ રોવરનું લોન્ચિંગ 2024માં કરવામાં આવશે.


હવે NASA સાથે મળીને થઈ શકે છે લોન્ચિંગ


ESAએ એક્સોમાર્સની લોન્ચિંગમાંથી રશિયાને બહાર કર્યા બાદ અભ્યારૃસ કર્યો છે કે આ રોવરને કેવી રીતે મંગળ ગ્રહ પર પહોંચાડવામાં આવે. તેના માટે હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સાથે વાતચીત ચાલી રહી છે. જોસેફ એશબેશરે કહ્યું કે, અમેરિકી અંતરિક્ષ એજેન્સી આ પ્રોજેક્ટમાં સામેલ થવા તૈયાર છે. તેમની ઈચ્છા છે કે તેઓ સાઈન્ટિફિક મિશનમાં પુરતો સહયોગ કરશે.


યૂક્રેન પર રશિયાના હુમલાથી સામાન્ય નાગરિકો પર થયેલી વિનાશકારી અસરની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડેને પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને ‘‘એક યુદ્ધ અપરાધી’ ગણાવ્યો. તેના આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા રશિયાએ આને કોઇ રાષ્ટ્રાધ્યનુ અક્ષમ્ય નિવેદનબાજી ગણાવી દીધી. બાયડેને વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે મને લાગે છે કે તે (પુતિન) એક યુદ્ધ અપરાધી છે. વ્હાઇટ હાઉસમાં બાઇડેને કહ્યું કે પુતિન એક ખૂની સરમુખત્યાર અને શુદ્ધ ઠગ છે જે યુક્રેનના લોકો સામે અનૈતિક યુદ્ધ ચલાવી રહ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા સતત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નિંદા કરી રહ્યું છે. ભૂતકાળમાં આયર્લેન્ડના માઈકલ માર્ટિન સાથેની બેઠકમાં બાઇડેને કહ્યું હતું કે પુતિનની ક્રૂરતા અને તેની સેના યુક્રેનમાં જે કંઈ કરી રહી છે તે અમાનવીય છે. આ પછી વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે મને લાગે છે કે રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ જ પર્યાપ્ત છે, તે દિલથી વાત કરી રહી રહ્યાં હતા અને અમે ટેલિવિઝન પર જે બર્બર કાર્યવાહીને જોઇ, તે તેના આધાર પર બોલી રહ્યાં હતા.