Imran Khan Arrested Live: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં બબાલ, સરકારે ફેસબુક, યુટ્યૂબ, ટ્વિટર પર લગાવ્યો પ્રતિબંધ

Imran Khan Arrest News Live: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તેની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 May 2023 11:01 PM
લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર હોબાળો

પાકિસ્તાન હાઈ કમિશન લંડનની બહાર ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં PTI સમર્થકો લંડનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાકિસ્તાનમાં પણ સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને કાયદેસર ગણાવી

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડને કાયદેસર ગણાવી છે. પૂર્વ પીએમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. અનેક લોકોના જાનહાનિના સમાચાર છે.

પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ બંધ

પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઈસ્લામાબાદમાં 5 અધિકારીઓ ઘાયલ, 43ની ધરપકડ

ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું હતું કે રાજધાની શહેરમાં દેખાવો દરમિયાન પાંચ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે કાયદાના ઉલ્લંઘન બદલ 43 વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી.

સેનાએ બેકાબૂ ભીડ પર ગોળીબાર કર્યો

ઈમરાન ખાનની ધરપકડ બાદ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પાસે બેકાબૂ ભીડ પર સેનાએ ગોળીબાર કર્યો. ક્વેટામાં પીટીઆઈના એક કાર્યકર પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. અનેક લોકોના જાનહાનિના સમાચાર છે.

શાહ મહેમૂદ કુરેશીએ શાંતિપૂર્ણ વિરોધની અપીલ કરી

પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાનની ધરપકડ બાદ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પાર્ટીના આહ્વાનને પુનરોચ્ચાર કર્યો છે. કુરેશીએ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવા અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાન સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરી. તેણે કહ્યું કે તે ઈસ્લામાબાદ જઈ રહ્યો છે.

સમગ્ર પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા સ્થગિત

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. તેને જોતા સમગ્ર પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ગોળી મારવાનો આદેશ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ સ્થિતિ તંગ બની રહી છે. પાકિસ્તાન આર્મીએ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.

કોર કમાંડરના ઘરમાં ઘૂસ્યા સમર્થકો

પાકિસ્તાન મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં વિરોધીઓ લાહોરમાં આર્મી કમાન્ડરોના નિવાસસ્થાન અને રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા છે.

ઈમરાન ખાન પાકિસ્તાનના દુશ્મનો સાથે કામ કરી રહ્યા છે

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહએ કહ્યું, ઈમરાન ખાન પાકિસ્તાનના દુશ્મનો સાથે કામ કરી રહ્યા છે અને પાકિસ્તાની સેના સામેના તેમના આક્ષેપો પાકિસ્તાનની બહારની શક્તિઓના ઈશારે છે.

ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

પૂર્વ પીએમ ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટનો સમય આજે પૂરો થઈ જતાં કાર્યવાહી થઈ શકી નહોતી. હાલમાં ઈમરાન ખાન NABની કસ્ટડીમાં છે. પાકિસ્તાનના ઘણા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઈમરાન ખાનનું મેડિકલ ચેકઅપ થશે

ધરપકડ કરવામાં આવેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનું મેડિકલ ચેક અપ થશે.





ફવાદ હુસૈનનું ટ્વિટ, કહ્યું- સામાન્ય લોકો પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો

ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈ નેતા ફવાદ હુસૈને ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વિટ કરીને લખ્યું કે પૂર્વ પીએમ ઈમરાન ખાનનું કોર્ટ પરિસરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. આ પછી સેંકડો વકીલો અને સામાન્ય લોકો પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે.

પીટીઆઈની અપીલ- એકસાથે આવો, ઈમરાનને સમર્થન આપો

પીટીઆઈ તરફથી લોકોને ઈમરાન ખાનના સમર્થનમાં એક થવાની અપીલ કરવામાં આવી રહી છે. પાર્ટીએ કહ્યું છે કે જો તમે આજે તમારા દેશને બચાવવા માટે બહાર નહીં નીકળો તો જે દ્રશ્ય અમે અત્યારે જોઈ રહ્યા છીએ તે આવનારા વર્ષો સુધી ચાલુ રહેશે. વહાલા પાકિસ્તાન, તમારા માટે આ પહેલા ક્યારેય નહીં મળે તેવી તક છે. આવો અમારી સાથે જોડાઓ.

ઈસ્લામાબાદ હાઈકોર્ટના જસ્ટિસે કહ્યું- આ કાયદાની મજાક છે

ઈમરાન ખાનના કેસની સુનાવણી દરમિયાન ઈસ્લામાબાદ હાઈકોર્ટના જસ્ટિસે કહ્યું કે, આ કાયદાની મજાક છે. આના પર આઈજી ઈસ્લામાબાદે કહ્યું- મારી પાસે વોરંટ છે, NAB એ ધરપકડ કરી છે. જેના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું- NABએ ધરપકડ કરી નથી.

પીટીઆઈના કાર્યકરો યુકેમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરશે

પાકિસ્તાનનો હોબાળો લંડન સુધી પહોંચી ગયો છે. પીટીઆઈના કાર્યકરો ઈમરાન ખાનની ધરપકડને લઈને યુકેમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરશે. ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે ભેગા થવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફ લંડનમાં હાજર છે.

Imran Khan Arrested News Live: ઈમરાન ખાનની ધરપકડ કરીને લઈ જવાનો વીડિયો આવ્યો સામે

ઈમરાન ખાનને પાક રેંજર્સ કેવી રીતે ધરપકડ કરીને લઈ જઈ રહ્યા છે તેનો વીડિયો સામે આવ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

Imran Khan Arrested News Live: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તેની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં તેની સાથે મારપીટના સમાચાર પણ આવી રહ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ પોલીસે કહ્યું કે શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે કહ્યું કે કોઈને પણ ત્રાસ આપવામાં આવ્યો નથી.


અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વાત કરીએ તો આ એક યુનિવર્સિટી સાથે જોડાયેલો મામલો છે.ઇમરાન પર આરોપ છે કે તેણે પીએમ તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદેસર રીતે આપી હતી.


આ કેસનો ખુલાસો પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન અને તેની પત્નીએ ધરપકડનો ડર બતાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી.


ઇમરાનની ક્રિકેટરથી પીએમ સુધીની સફર પર એક નજર


1992 પાકિસ્તાને ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો


1996 તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની રચના કરી


1997ની પ્રથમ ચૂંટણીમાં હાર


2002માં માત્ર ઈમરાન પાર્ટી તરફથી ચૂંટણી જીત્યા હતા


2007માં ઈમરાન ખાન જેલમાં ગયા


2008ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો


2009માં નજરકેદ


2013માં નયા પાકિસ્તાનનો નારો આપ્યો હતો


2014 લોંગ માર્ચ ટુ ઇસ્લામાબાદ


ઓગસ્ટ 2018 પાકિસ્તાનના પીએમ બન્યા


એપ્રિલ 2022 વડાપ્રધાન પદ પરથી રાજીનામું


અત્યાર સુધી જેલમાં ગયેલા પાકિસ્તાનના પીએમ


1 ઝુલ્ફીકાર અલી ભુટ્ટો - 1977 - વિપક્ષી નેતાની હત્યાનો આરોપ


2 નવાઝ શરીફ - 2018 - ભ્રષ્ટાચારના કેસમાં (અલ-અઝીઝિયા સ્ટીલ મિલ્સ કેસ)


3 શાહિદ ખાકાન અબ્બાસી - 2019 - ભ્રષ્ટાચારના કેસમાં (લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કૌભાંડ)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.