પ્રારંભિક અહેવાલ અનુસાર, કોચ્ચીકેડ ચર્ચમાં વિસ્ફોટ થયો છે. એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોચ્ચિકેડ કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચના પરિસરમાં એક વિસ્ફોટની સૂચના મળી છે. બટિકાલોઆ, નેગોમબો અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલમાં વિસ્ફોટ થયા છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. સાથે તેમણે લોકોને તપાસમા સહયોગ કરવાની અપીલ પણ કરી છે. રાષ્ટ્રપતિએ હુમલાખોરોને શોધવાના આદેશ આપ્યા છે.
વિસ્ફોટની નિંદા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શ્રીલંકામાં થયેલા વિસ્ફોટની નિંદા કરું છું. આપણા ક્ષેત્રમાં આ પ્રકારની બર્બરતાને કોઇ સ્થાન નથી. ભારત એકજૂટતા સાથે શ્રીલંકાના લોકો સાથે છે. મોદીએ કહ્યું કે, માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે અને ઘાયલો માટે અમારી પ્રાર્થના છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યું કે તે શ્રીલંકામાં આવેલા ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. અમે પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છીએ.