ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં F-16 વિમાન ઉડતા હોવાનો પાકિસ્તાનના પત્રકારે દાવો કર્યો છે. હામિદ મીર ટ્વીટર પર આ માહિતી આપી હતી કે, પાકિસ્તાની એરફોર્સે દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેને યુદ્ધની તૈયારી સાથે જોડીને જવામાં આવી રહ્યું છે. આ વિમાન રાત્રીના 10 વાગ્યાની આસપાસ ઉડતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કાશ્મીરના ઉરીમાં થયેલા આર્મી બેસ કેમ્પ પર આતંકવાદી હૂમલામાં 18 જાવાનો શહીદ થયા હતા ત્યાર બાદ પાકિસ્તાનને જવાબ આપવા માટેની વાત કરવામાં આવી રહી છે. સરકાર પર સતત દબાણ વધી રહ્યુ છે.