નવી દિલ્હીઃ ફેસબુકના કરોડો યુઝર્સના પાસવર્ડ ઇન્ટરનલી લીક થઇ ગયા છે. એટલે કે કંપનીએ પાસવર્ડ્સને ટેક્સ્ટમાં સ્ટોર કર્યા છે. કર્બ્સ સિક્યોરિટી અનુસાર, આ પ્રકારે વર્ષો સુધી કરવામાં આવ્યું છે અને એવામાં સંભવિત રીતે ફેસુબકમાં કામ કરતા કર્મચારીઓ તેને એક્સેસ કરી શકતા હતા. સામાન્ય રીતે પાસવર્ડ્સને એન્ક્રિપ્શન સાથે પ્રોટેક્સ કરવામાં આવે છે.

ફેસબુકે આ રિપોર્ટને સમર્થન આપ્યું હતું. કંપનીએ યુઝર્સના પાસવર્ડને પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કર્યા છે. જોકે, કંપનીએ કહ્યું કે, અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે તેનો ખોટો ઉપયોગ થયો છે કે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે 200થી 600 મિલિયન ફેસબુક યુઝર્સ તેનાથી પ્રભાવિત થયા છે.

ફેસબુકે કહ્યું કે, પ્રભાવિત યુઝર્સને નોટિફિકેશન મોકલીને તેમના પાસવર્ડ બદલવાનું કહેવામાં આવી રહ્યુ છે. ફેસબુકના મતે હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સૌ પ્રથમ કર્બ્સે તેનો રિપોર્ટ કર્યો હતો અને ફેસબુકે પોતાના બ્લોગ પોસ્ટમાં Keeping Password Secure હેડલાઇન સાથે એક પોસ્ટ કરી હતી જેમાં કંપનીએ કહ્યું કે, ફેસબુકે યુઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કર્યા હતા. ફેસબુકે કહ્યું કે, કંપની પાસે કોઇ પુરાવા નથી કે આ પાસવર્ડ કંપનીની અંદર કે બહાર યુઝ થયા છે. એટલે કે તમામ યુઝર્સે પાસવર્ડ બદલવાની જરૂર નથી. કંપનીએ કહ્યું કે, 10 હજારથી વધુ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પણ પ્રભાવિત થયા છે.