રિહાનાએ મંગળવારે સાંજે ખેડૂતોના પ્રદર્શન સંબંધિત એક ખબર શેર કરી હતી. જે પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવાને લઈ હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, આ અંગે કેમ વાતો નથી કરી રહ્યા. આ ઉપરાંત તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ પણ લખ્યું હતું.
ગૃહમંત્રાલયે બે દિવસ પહેલા ખેડૂતોના પ્રદર્શન સ્થળ સિંઘુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. જેનો ઘણો વિરોધ થયો હતો.
દિલ્હીની ગાઝીપુર, સિંધુ, ટિકરી બોર્ડર પર બે મહિના કરતાં વધારે સમયથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શન સ્થળની આસપાસ કાંટાળી તાર, બોલ્ડર અને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના માંગ આ ત્રણેય કાયદા રદ્દ કવામાં આવે તેવી છે.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">