નવી દિલ્હીઃ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂની સાથે એક મોટી દૂર્ઘટના ઘટતા ઘટતા રહી ગઇ. જ્યારે તે એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા, તે દરમિયાન દુશ્મન દેશે તે એરિયામાં એક મિસાઇલ છોડી હતી.


રિપોર્ટ છે કે, બેન્ઝામિન નેતન્યાહૂ રેલીને સંબોધિત કરી રહ્યાં હતા, ત્યારે ખબર આવી કે ગાઝા પટ્ટી પરથી એક મિસાઇલ છોડવામાં આવી છે, આનુ એલાર્મ પણ વાગ્યુ હતુ. બાદમાં સુરક્ષાદળોએ બેન્ઝામિન નેતન્યાહૂને તાત્કાલિક બંકરમાં લઇ જવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બેન્ઝામિન નેતન્યાહૂ ઇઝરાયેલાન એશ્કેલન શહેરમાં ચૂંટણી સભા સંબોધી રહ્યાં હતા, હાલ અહીં ઇન્ટરનલ-સ્થાનિક ચૂંટણી ચાલી રહી છે.



ફિલિસ્તાને ગાઝા પટ્ટી પરથી એક મિસાઇલ છોડી જેનુ નિશાન સીધુ એશ્કેલન શહેર હતુ. આ ફિલિસ્તાનથી માત્ર 12 કિલોમીટર જ દુર છે. જોકે, આ મિસાઇલને ઇઝારાયેલ પોતાના આયરન ડૉમ એર સિસ્ટમથી હવામાં જ તોડી પાડી હતી. જોકે મિસાઇલ ને તોડી પાડવામાં ના આવતી તો અહીં આસપાસ જ પડવાની હતી.

જોકે, હજુ સુધી ગાઝા તરફથી આ હુમલાની કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામા આવી નથી. હાલ ગાઝા પર હામાસ ઇસ્લામિસ્ટનો કબજો છે, જે સતત ઇઝરાયેલ વિરુદ્ધ કાવતરા કરીને લડાઇ લડી રહ્યું છે.