ફિનલેંડમાં કોરોના વારસની ઓળખ માટે કૂતરાને ટ્રેનિંગ આપવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ, પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત તેમને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ કામ માટે 15 કૂતરા અને 10 ઈન્સ્ટ્રક્ટરની સેવા લેવામાં આવી રહી છે. હેલ્સિંકી વન્તા એરપોર્ટ પર ચાલુ સપ્તાહે આ કૂતરા દ્વારા પ્રાવસીઓને સૂંઘીને સંક્રમણ છે કે નહીં તે બતાવી રહ્યા છે.


વૈજ્ઞાનિક શોધમાં સામાન્ય ટેસ્ટિંગની તુલનામાં કૂતરાના પ્રભાવનો ખુલાસો થયો નથી. પરંતુ હેલ્સિંકીથી ઉડાન ભરનારા યાત્રીઓમાં કોરોના સંક્રમણની તપાસમાં લાગેલા કૂતરા અને ઈન્સ્ટ્રક્ટરને વોલંટિયર તરફથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પાછળ ખાનગી ક્લિનિકની પહેલ છે.

પ્રોફેસર હેમ જોર્કમેનના કહેવા મુજબ, કૂતરા દર્દીમાં કોઈ ક્લિનિકલ લક્ષણને પાંચ દિવસ પહેલા જ ઓળખી લેતો હોવાનું અમારા રિસર્ચમાં સામે આવ્યું છે. સંક્રમણની તપાસના કામમાં લાગેલો સ્પેનથી બચાવાયેલો કોસી નામનો એક કૂતરો પણ છે. જે ફિનલેંડમાં સ્નિફર ડોગ તરીકે પ્રશિક્ષિત કરવામાં આવ્યો હતો. આ પહેલા તેની સેવા કેંસરની ભાળ મેળવવામાં લેવામાં આવી હતી.

કૂતરામાં વાયરસની ઓળખ કરવાની ક્ષમતા પર તેમણે કહ્યું, અમે લોકો 100 ટકા સંવેદનશીલતા નજીક આ ગયા છીએ. થોડા મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાતમાં પણ આ પ્રકારનો પ્રયોગ એરપોર્ટ કરવામાં આવી ચુક્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીએ પોલીસના કૂતરાનો ઉપયોગ કોરોનાના શંકાસ્પદ મામલા શોધવામાં કર્યો હતો.