નવી દિલ્હીઃ યુરોપના નાનાકડા દેશ ફિનલેન્ડની પ્રાઇમ મિનીસ્ટર સના મારીનને લઇને વિવાદ ઉભો થયો છે. 34 વર્ષીય સના મારીનની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં તે લૉ કટ બ્લેઝર અને જ્વેલરી પહેરેલી દેખાઇ રહી છે. આ હૉટ તસવીરને લઇને સોશ્યલ મીડિયા પર લોકો તેની નિંદા કરી રહ્યાં છે. આ તસવીર તેને ફેશનપત્રિકાના ઇન્સ્ટાગ્રામ માટે પડાવી હતી.

આ તસ્વીરમાં વડાપ્રધાન સના લો કટ બ્લેઝર પહેર્યુ હતું, જેને લઇને લોકો- ટીકાકારોએ તેના માટે લખ્યું કે આ પોશાક શરીરનું પ્રદર્શન કરનારો છે અને તેની ઉંમરની મહિલાની સરખામણીમાં પ્રોફેશનલ અંદાજ જણાતો નથી. સના આમ તો વિવિધ પરીધાનની શોખીન છે પરંતુ ફેશન પત્રિકા માટેની તસ્વીર કેટલાક લોકોને પસંદ આવી નહી. જોકે ભારે વિરોધ બાદ કેટલાક લોકો સના મારિનનુ સમર્થન પણ કરી રહ્યા છે.



યુરોપના નાનાકડા દેશ ફિનલેન્ડની કમાન સના મારિનના હાથમાં છે. અને તે પોતે ઇન્સ્ટગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં પોતાના અને પરીવારના ફોટા અવારનવાર પોસ્ટ કરતી રહે છે.



થોડાક સમય પહેલા બોયફેન્ડ માર્કસ ટકિસડો સાથે લગ્ન કર્યા ત્યારે વેડિંગ ગાઉન પહેરેલી તસ્વીર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. સના મોટી સંખ્યામાં ફેન ફોલોવર ધરાવે છે પરંતુ હાલમાં ફેશન પત્રિકા માટે ફોટા પડાવતા વિવાદ થયો છે.