US Flight Delays: અમેરિકામાં તમામ ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે.ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ સેવા પ્રભાવિત થઈ છે. અમેરિકામાં સિસ્ટમ ફેલ થવાના કારણે તમામ ફ્લાઈટ પ્રભાવિત થઈ છે.તમામ એરપોર્ટ પર મુસાફરો ફસાયા છે. આશરે 25 હજાર વિમાનોને ગ્રાઉંડ કરવામાં આવ્યા છે. એયર મિશન સિસ્ટરમમાં ખામી સર્જાતા આ નિર્ણ લેવાયો છે.
હજારો પ્રવાસી અટવાયા
4 હજારથી વધુ વિમાન સેવા રદ્દ કરવામાં આવી છે. વિમાન સેવા રોકાતા અમેરિકામા અનેક પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા જતા મુસાફરો અટવાઈ ગયા છે. અમેરિકાના તમામ એરપોર્ટ પર એર ટ્રાફિકજામના દ્રશ્યો છે.
યુનાઈટેડ એરલાઈન્સે શું કહ્યું
યુનાઈટેડ એરલાઈન્સે નિવેદન આપીને જણાવ્યું કે, સર્વર ફેઇલ થયું કે અમેરિકાના કોઈ દુશ્મનનું ષડયંત્ર છે તેને લઈ તપાસ થઈ રહ છે. ટેકનિકલ ખામીના કારણે ઉડાન શક્ય નથી.
એર મિશન સર્વિસમાં શું ખરાબી આવી ?
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે તેની સેવા જે એર મિશન દરમિયાન પાઇલોટ અને અન્ય ઉડ્ડયન કર્મચારીઓને અથવા જમીન પરના સ્ટાફને માહિતી પૂરી પાડે છે તે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તેના કામ ન કરવાને કારણે એર અને ગ્રાઉન્ડ સ્ટાફ એકબીજા સાથે જોડાઈ શકતો નથી, જેના કારણે કામગીરી પર ખરાબ અસર પડી છે અને સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી છે.
ATC સાથે કનેક્ટ થવામાં શું સમસ્યા છે?
FAAએ કહ્યું કે તેની સિસ્ટમમાં ખામીને કારણે લેન્ડિંગ અને ડિપાર્ચર સંબંધિત માહિતી એર અને ગ્રાઉન્ડ ક્રૂ સાથે અપડેટ કરવામાં આવી રહી નથી. જેના કારણે કામગીરી પ્રભાવિત થઈ છે અને મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ મોડી પડી છે.
દરમિયાન, FAA એ માહિતી આપી છે કે તેના એન્જિનિયરો સેવાઓમાં આઉટેજ પછી એર મિશન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. જ્યારે કેટલીક સેવાઓ ફરીથી કાર્યરત થઈ છે, કેટલીક સેવાઓ હજુ પણ પુનઃપ્રાપ્ત થઈ નથી.