એક ઓમાનીના કો-પાઈલટે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કેપ્ટન સ્મિત પર હુમલો કર્યા પછી ઓમાનીના કો-પાઈલટે ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો અને તેને તેલ અવીવમાં એક ઇમારત સાથે ટકરાવાની યોજના બનાવી હતી. આ યોજના નિષ્ફળ ગયા પછી તેણે બોઇંગ 737ના એન્જિનને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

Continues below advertisement

ઇટાલિયન ન્યૂઝપેપર કોરીએર ડેલા સેરાના એક અહેવાલમાં 30 સપ્ટેમ્બરના રોજની ઉડાનની શરૂઆતથી લઈને ઘટના બની તે સુધીની મિનિટ-ટુ-મિનિટ જાણકારી આપી હતી. જ્યારે પાઇલટ સુરક્ષા તપાસ પૂર્ણ કરી અને મુસાફરો વિમાનમાં બેસાડવાનું શરૂ કરી દે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કો-પાઈલટના વર્તનમાં કાંઈ પણ શંકાસ્પદ લાગ્યુ નહોતું. આ કો-પાઈલટની ઓળખ 29 વર્ષીય હમ્મામ અલ-હમ્મામીના રૂપમાં થઈ છે જેના પિતા ઓમાનના હતા અને માતા સિરિયન છે. 

સ્મિતને મારવાનો પ્રયાસ કર્યો

Continues below advertisement

અલ-હમ્મામીએ પહેલા કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કર્યો હતો, પછી યોક પર નિયંત્રણ મેળવીને અને પછી બંને એન્જિન બંધ કરીને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, સ્મિતે બાકીના ક્રૂ સભ્યોને વિમાન સુરક્ષિત કરવામાં અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં મદદ કરીને એક મોટી દુર્ઘટના ટાળવામાં સફળતા મેળવી હતી.

આ યોજના હતી

ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે અલ-હમ્મામીએ પહેલા કેપ્ટનને મારી નાખવાની અને પછી ફ્લાઇટનો નિયંત્રણ લેવાની યોજના બનાવી હતી, જે તેલ અવીવ લઈ જવામાં આવવાની હતી. જ્યાં તે શહેરની સૌથી ઊંચી ઇમારતો સાથે ટકરાવાની યોજના હતી. અહેવાલમાં જણાવાયું છે કે તેણે એટલી ઝડપથી કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી કે ફાઇટર જેટ પાસે વિમાનને અટકાવવાનો અને અધિકારીઓ પાસે વાટાઘાટો કરવાનો સમય ન હોય.

ફ્લાઇટમાં શું થયું?

અલ-હમ્મામીના ભૂતકાળ અને કટ્ટરપંથી વિચારોની હવે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે 174 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને લઈ જતા જેટને ક્રેશ કરવાનો પ્રયાસ કરતી વખતે કોકપીટની અંદર ઇમરજન્સી હેચેટથી સ્મિત પર હુમલો કર્યો હતો. જોકે, ગંભીર રીતે ઘાયલ ભારતીય પાઇલટ કોકપીટની અંદર ક્રૂ અને કેટલાક મુસાફરો સુધી પહોંચવામાં સફળ રહ્યો, જેમણે કો-પાઇલટને કાબૂમાં લીધો અને લગભગ 16,000 ફૂટ નીચે પડી ગયેલા વિમાનને 30 સેકન્ડમાં સ્થિર કર્યું હતું.

વિમાનનું સાઉદી અરેબિયાના તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જ્યાંથી મુસાફરોને તેલ અવીવ લઈ જવામાં આવ્યા. અલ-હમ્મામીને સાઉદી અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો અને બાદમાં તેને સંયુક્ત આરબ અમીરાતને સોંપવામાં આવ્યો છે જ્યાં તેને હાલમાં રાખવામાં આવ્યો છે.