વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મંગળવારે જો બાઇડેનની રાષ્ટ્રપતિ પદ માટેની દાવેદારીને સમર્થન આપતા કહ્યુ કે, બાઇડેન અમેરિકાને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી શકે છે. બાઇડેન ઓબાના શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.


ઓબામાએ કહ્યુ કે, જો બાઇડેનની પાસે લાંબો સમયનો અનુભવ છે. તેઓ આ મુશ્કેલ સમયમાં આપણુ માર્ગદર્શન કરી શકે છે. તેઓ દેશ માટે સંકટમોચક બની શકે છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે એક રાષ્ટ્રપતિમાં જે ગુણ હોવા જોઇએ એ તમામ ગુણ તેમનામાં છે.

ઓબામાએ કહ્યુ કે તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવા મારા સારા નિર્ણયોમાંનો એક હતો. તે મારા એક નજીકના મિત્ર બની ગયા છે. મારુ માનવું છે કે તેમનામાં એ તમામ ગુણ છે જે આપણા રાષ્ટ્રપતિ માટે જરૂરી છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મંગળવારે જો બાઇડેનની રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારીનું સમર્થન કરતા કહ્યું કે, બિડને અમેરિકાના મુશ્કેલ સમયમાં સંકટમોચક બની શકે છે. બિડેન ઓબામા શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત રાષ્ટ્રપતિ ઉમેદવાર બિડેને અલાસ્કા પ્રાઇમરી ચૂંટણી જીતી લીધી છે. કોરોના મહામારીના કારણે ચાર એપ્રિલે થનાર મતદાન સ્થગિત કરી દીધા બાદ અલાસ્કામાં ગયા શુક્રવારે ઇમેઇલ મારફતે મતદાન કરાવાયું હતું. ડેમોક્રેટિક પાર્ટીની અલાસ્કા એકમના સતાવાર ટ્વિટર હેન્ડલ અનુસાર બિડેનને કુલ પડેલા મતમાંથી 55.3 ટકા મત મળ્યા છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેને રાજ્યના 15 ડેલીગેટ્સમાંથી નવનું સમર્થન મળ્યું છે. નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બિડેન ચૂંટણી લડી રહ્યા છે.