નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. નેપાળ કેબિનેટે દેશમાં લોકડાઉનને 27 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી પ્રધાનમંત્રી સચિવાલયે આપી હતી. ભારત-નેપાળની સરહદને 30 એપ્રિલ સુધી સીલ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં નેપાળમાં 16 કેસ સામે આવ્યા છે.




ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 200થી વધુ દેશ પ્રભાવિત છે. હાલ દુનિયામાં આ ખતરનાક વાયરસના કારણે 1 લાખથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા 18 લાખને પાર પહોંચી છે.

આ વાયરસની ચપેટમાં સૌથી તાકતવર દેશ અમેરિકા પણ આવી ગયો છે. અહીં 22 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા સિવાય સ્પેન,ઈટલી,બ્રિટન,ફ્રાંસ અને ઈરાન જેવા દેશ છે, જે કોરોના વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે.