નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મેક્રોં કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. ત્યાંના પ્રેસિડેન્શિયલ પેલેસ, જેને એલેસીન નામથી ઓળખવામાં આવે છે. તેમણે એક નિવેદન જાહેર કરી ગુરુવારે આ જાણકારી આપી હતી. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.


નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 42 વર્ષીય મેક્રોં સાત દિવસ આઈસોલેશનમાં રહેશે અને પોતાનું કાર્ય ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 24 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે, અહીં 59 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.



1 કરોડ 73 લાખથી વધુ કોરોના કેસ સાથે અમેરિકા દુનિયામાં સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં પહેલા નંબરે છે. અમેરિકામાં 3 લાખ 14 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 99 લાખ 51 હજારથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે 1 લાખ 44 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.