Pakistan khyber Pakhtunkhwa Video: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં ધારાસભ્યો અને સમર્થકો વચ્ચે જોરદાર મારામારી થઇ છે, લાતો અને મુક્કાબાજી થતાં હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ બે ધારાસભ્યો અને તેમના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાથી સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે કેટલાક લોકો વચ્ચે ઉગ્ર લડાઈ થઈ રહી છે.


ક્લિપ X (અગાઉ ટ્વિટર) પર @ghulamabbasshah દ્વારા પૉસ્ટ કરવામાં આવી હતી. આ લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે એક ધારાસભ્યએ કેબિનેટ મંત્રી પર ભ્રષ્ટાચાર સંબંધિત ગંભીર આરોપો મૂક્યા જેનાથી અન્ય સાંસદના સમર્થકો નારાજ થયા અને તેઓએ લડાઈ શરૂ કરી.


ગયા મંગળવારે ખૈબર પખ્તુનખ્વા એસેમ્બલીમાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. દરમિયાન, રાહત બાબતોના કેપી સીએમના વિશેષ સહાયક, નેક મોહમ્મદ દાવરના સમર્થકોએ દક્ષિણ વઝીરિસ્તાનના પીટીઆઈ ધારાસભ્ય ઈકબાલ વઝીર વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને ધમકી પણ આપી હતી. જો કે, બે દિવસ પહેલા મોહમ્મદ દાવર અને ઈકબાલ વજીર વચ્ચે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચા ચાલી રહી હતી, જેના પરિણામે તેમના સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા.






સ્પીકરની સાથે જતાં જ મચી ગઇ બબાલ 
મોહમ્મદ દાવર અને ઈકબાલ વઝીરના સમર્થકોએ એસેમ્બલી હોલમાં જ મારામારી શરૂ કરી દીધી હતી. તે દરમિયાન સુરક્ષાકર્મીઓએ પણ બંને બાજુના લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને કાબૂમાં લેવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા હતા. જેના કારણે લાંબા સમય સુધી લડાઈ ચાલુ રહી. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સુધી સ્પીકર વિધાનસભાની અંદર હાજર હતા ત્યાં સુધી બંને સાંસદો અંદરોઅંદર દલીલ કરી રહ્યા હતા, પરંતુ સ્પીકર હોલમાંથી બહાર આવતા જ વઝીરે નેક મોહમ્મદ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને લડાઈ શરૂ કરી દીધી.


આ પણ વાંચો


Hurricane Milton: USAમાં તબાહી મચાવવા આવી રહ્યું છે વિનાશકારી તોફાન, 10 લાખ લોકોનું કરાયું સ્થળાંતર, 2100 ફ્લાઇટ્સ રદ્દ