નવી દિલ્હીઃ યુકેના West Sussexમાં રહેનારી 18 વર્ષની અશાંતિ સ્મિથ (Ashanti Smith)નું મોત 17 જૂલાઇના રોજ થયું હતું. તે Hutchinson-Gilford Progeria સિડ્રોમથી પીડિત હતી. આ બીમારીના કારણે તે ફક્ત 18 વર્ષની ઉંમરમાં 144 વર્ષની વૃદ્ધા જેવી દેખાતી હતી.
અશાંતિ સ્મિથ (Ashanti Smith) ના માતા પિતા તેને પ્રેમથી ફિબી કહીને બોલાવતા હતા. હવે દીકરીના મોત બાદ ફિબીની માતાએ પોતાની બહાદુર દીકરીની લાઇફ સાથે જોડાયેલી વાતો લોકો સાથે શેર કરી હતી. આ સિડ્રોમના કારણે ફિબીની ઉંમર એક વર્ષમાં લગભગ 8 વર્ષ સુધી વધી જતી હતી. તે ચહેરાથી વૃદ્ધ લાગતી હતી પરંતુ તેની માતા લૂઇસ સ્મિથે કહ્યું કે, તેનું મન મોત સુધી બાળકો જેવું નિર્મળ રહ્યુ. પોતાની દીકરીના મોત બાદ લૂઇસનું દિલ જરૂર તૂટ્યું છે પરંતુ તે હવે પોતાની દીકરીની જેમ આ સિડ્રોમથી ગ્રસ્ત બીજા બાળકોની મદદ કરવા માંગે છે.
ફિબીએ તાજેતરમાં જ પોતાનો 18મો જન્મદિવસ મનાવ્યો હતો. ફિબી અંગે વાત કરતા તેની માતાએ કહ્યું કે, મોત અગાઉ ફિબીએ પોતાના ઘરવાળા સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે, હવે તેનો જવાનો સમય આવી ગયો છે. તેણે પોતાની આખી જિંદગી જિંદાદીલી સાથે જીવી છે. મોત સમયે તે દુખી રહેવા માંગતી નહોતી.
લૂઇસે કહ્યું કે, ફિબી પોતાની બીમારી અંગે સારી રીતે જાણતી હતી. તેને જાણ હતી કે તે વધુ સમય જીવી શકશે નહીં. આ કારણે તે હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરતી હતી. હંમેશા લોકોને હસાવવા અને પોતાની પોઝિટીવ વાતોથી તમામનું દિલ જીતી લેવું એ ફિબીની ખાસિયત હતી. તે ખૂબ સુંદર હતી. તે પોતે આમ કર્યા કરતી હતી. જે પણ તેની સાથે મુલાકાત કરતું તે તેની ફેન થઇ જતું હતું. બીજાને હસાવનાર ફિબી આજે આ દુનિયામાં નથી પરંતુ તેની યાદો હંમેશા રહેશે..