લંડનઃ બ્રિટનમાં રિલેશનશિપનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકની ગર્લફ્રેન્ડે તેના પિતા સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે પ્રેમીએ તેની પ્રેમિકાની મા સાથે લગ્ન કર્યા હતા. જોકે બોયફ્રેન્ડના પિતાએ લગ્ન કર્યા બાદ યુવતીને જણાવ્યું કે, પ્રેમીના પિતા ઉદાસ રહેતા હતા તેથી ઉદાસી દૂર કરવા લગ્નનો ફેંસલો કર્યો હતો. મામલો બ્રિટનના ગ્લોસેસ્ટરશાયરના છે.
જાણો શું છે મામલો
ગ્લોસેસ્ટરશાયરમાં રહેતી પ્રેમિકાનું એક યુવક સાથે રિલેશનશિપમાં રહેતી હતી. પરંતુ એક દિવસ તે પ્રેમીને પોતાની માતા સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. જે બાદ યુવતી એકલી જ રહેવા લાગી. યુવકની માતાનું નિધન થવાના કારણે તેના પિતા પણ એકલા થઈ ગયા હતા. જેથી યુવતીએ પ્રેમી સાથે બદલો લેવા પ્રેમીના પિતા સાથે જ લગ્ન કરી લીધા.
લગ્ન કરનારી પ્રેમિકાએ શું કહ્યું
પ્રમીના પિતા સાથે લગ્ન કર્યા બાદ યુવતીએ કહ્યું, તેના પ્રેમીના પિતા ખૂબ દુખી રહેતા હતા. તેની પરેશાની તેનાથી જોઈ શકાતી નથી. જ્યારે તે તેના પ્રેમીના પિતાને દુખી જોતી ત્યારે તેના પ્રત્યે એક વિશેષ આકર્ષણ થતું હતું. મહિલાએ જણાવ્યું કે, એક દિવસના ફેંસલો લઈને તેણે લગ્ન કર્યા.
યુવતીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મારા બોયફ્રેન્ડની માતાનું મોત થયું હતું. હું નહોતી ઈચ્છતી કે તેના પિતા દુખી થાય. તેથી મેં તેમની સાથે લગ્ન કરવાનો ફેંસલો લીધો. તેનાથી મારા બોયફ્રેન્ડને ફરીથી મા મળી ગઈ. પ્રેમી-પ્રેમિકા અને તેની માતા તમામ કોરોનાકાળમાં એક જ ઘરમાં રહેતા હતા. આ દરમિયાન પ્રેમિકાના માતા તરફ યુવક આકર્ષાયો અને એક દિવસ બંને ઘર છોડીને ચાલ્યા ગયા. જે બાદ પ્રેમિકાએ બદલો લેવા આમ કર્યુ હતું.