H-1B Visa:  એચ1 B વિઝા ધારકો માટે મોટા સમાચાર છે. આ સમાચાર વાંચીને અમેરિકામાં રહેતા એચ1 બી વિઝા ધારકો આનંદથી ઝૂમી ઉઠશે. અમેરિકામાં એચ-૧બી વિઝા મારફત કામ કરી રહેલા પ્રોફેશનલ લોકોના જીવનસાથીને પણ હવે અમેરિકામાં નોકરી કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. બાઈડેન સરકાર એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને ઓટોમેટિક (આપમેળે) નોકરીની મંજૂરી આપવા પર કામ કરી રહી છે. બાઈડેન સરકારના આ પગલાંનો સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સને મળશે. અમેરિકાના એચ-૧બી વિઝા ભારતીય પ્રોફેશનલ્સમાં સૌથી વધુ  લોકપ્રિય છે. બાઈડેનનું આ પગલું હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને લાભ કરાવશે.

એચ1 બી વિઝાધારકના પતિ કે પત્નીએ કયા વિઝા લેવા પડતા હતાઅમેરિકન સરકારે એક કાયદાકીય કાર્યવાહીના પગલે આ નિર્ણય લીધો છે. અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશન (એઆઈએલએ)એ આ વખતે ઉનાળામાં પ્રવાસીઓના જીવનસાથી તરફથી કેસ નોંધાવ્યો હતો. અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવા તરફથી એચ-૧બી વિઝાધારકોના એકદમ નજીકના સ્વજનો (એટલે કે પતિ, પત્ની અથવા ૨૧ વર્ષથી ઓછી વયના સંતાનો)ને આ સુવિધા અપાશે. તેમને અગાઉ નોકરી કરવા માટે મંજૂરી મેળવવા એચ-૪ વિઝા લેવા પડતા હતા. આ વિઝા અમેરિકામાં રોજગાર આધારિત કાયદેસરના પીઆરના દરજ્જા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી હોય તેવા લોકોને અપાય છે.

હવે શું થશે બદલાવઆ ઉનાળામાં ઈમિગ્રન્ટ્સના જીવનસાથીઓ તરફથી અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશને કેસ કર્યો હતો. ત્યાર પછી હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને વર્ક પરમિટ આપવા સમજૂતી કરી હતી. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ વિરુદ્ધ ૧૫ પ્લેન્ટિફ (જેમાં મોટાભાગે ભારતીય પતિ-પત્ની છે) દ્વારા દાખલ એક ક્લાસ-એક્શન સૂટ મુજબ એક સમજૂતી કરાઈ હતી. આ સમજૂતી મુજબ જે લોકો ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર પર અમેરિકામાં નિયુક્ત છે, તેમના જીવનસાથીએ હવે અમેરિકામાં કામ કરવા માટે વર્ક ઓથોરાઈઝેશન માટે અરજી કરવી પડશે નહીં

શું છે એચ-1 બી અને એચ-4બી વિઝાએઆઈએલએના ઝોન વાસડેને તેમની અરજીમાં કહ્યું હતું કે, એચ-૪બી વિઝાધારકો એવા લોકો છે, જેમણે હંમેશા રોજગારની સંમતિના દસ્તાવેજો ઓટોમેટિક લંબાવવા માટે નિયમનકારી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. એચ-૧બી વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને થિયરોટિકલ અથવા ટેક્નિકલ નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓની જરૂરિયાત પૂરી કરે છે. અમેરિકન કંપનીઓ એચ-૧બી વિઝા મારફત ભારત અને ચીન જેવા દેશોમાંથી પ્રત્યેક વર્ષે હજારો પ્રોફેશનલ્સની ભરતી કરે છે. એચ-૪ વિઝા એવા લોકોને અપાય છે, જે તેમના સ્વજન હોય અને એચ-૧બી વિઝાધારકો સાથે મળીને અમેરિકામાં રહે છે. જોકે, હવે નવા નિર્ણય મુજબ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસની નીતિઓ હેઠળ એચ-૪ વિધાઝારકો પર પહેલા જે સ્ટે મૂકાયો હતો તે હવે નહીં લાગે.એઆઈએલએએ જો બાઈડેન તંત્રના આ નિર્ણયને મોટી ઉપલબ્ધી ગણાવતા કહ્યું કે, ઓબામા તંત્રે કેટલાક વિશેષ એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને કામ કરવાની મંજૂરી આપી હતી. તેમના ચૂકાદા પછી અત્યાર સુધીમાં ૯૦ હજારથી વધુ એચ-૪બી વિઝાધારકોને કામ કરવાની મંજૂરી મળી ચૂકી છે, તેમાં મોટાભાગે ભારતીય-અમેરિકન મહિલાઓ છે.