ન્યૂયોર્કઃ અમેરિકન ટેકનોલોજી કંપની ગુગલ પર યુરોપિયન યુનિયન રેગ્યુલેટર્સે પાંચ બિલિયન ડોલર એટલે કે લગભગ 3.4 લાખ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. યુરોપિયન કમિશનના કહેવા પ્રમાણે, ગુગલે પોતાની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની માર્કેટમાં પહોંચનો ખોટો ઉપયોગ કર્યો છે. તે સિવાય એમ પણ કહ્યું કે, ગુગલે કથિત રીતે સ્માર્ટફોન બનાવનારી કંપનીઓને એન્ડ્રોઇડ ફોર્ક્ડ વર્ઝન પર ચાલનારી ડિવાઇસ બનાવવા દીધી નહોતી.
ફોર્ક્ડ વર્ઝન એટલે કે ઓપન સોર્સ એન્ડ્રોઇડ જેને કંપનીઓ પોતાની રીતે કસ્ટમાઇઝ કરતી હતી. એટલું જ નહી ગુગલે મોટી કંપનીઓ અને મોબાઇલ નેટવર્ક્સને પોતાના હેન્ડસેટ્સમાં ગુગલ સર્ચ એપ આપવા માટે રૂપિયા પણ આપ્યા હતા. ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને પોતાની બિઝનેસ પ્રેક્ટિસ બદલવા માટે 90 દિવસનો સમય આપ્યો છે. કહેવામાં આવ્યું છે કે જો કંપની તેમ કરવામાં નિષ્ફળ જશે તો રોજના ટર્નઓવરના પાંચ ટકા હિસ્સો દંડ સ્વરૂપે વસૂલવામાં આવશે.
નોંધનીય છે કે ગુગલ પર લગાવવામાં આવેલો આ દંડ કોઇ પણ કંપની પર લગાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. એક રિપોર્ટ પ્રમાણે ગુગલના સીઇઓ સુંદર પિચાઇને આ નિર્ણય અંગે કંપટિશન કમીશન માગ્રેટ વેસ્ટજર અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગુગલના એપ અગાઉથી જ ઇન્સ્ટોલ્ડ હોય છે અને અન્ય એપ્સ કંપનીઓ એ આરોપ લગાવતી આવી છે કે એવામાં યુઝર્સને ગુગલના જ એપ યુઝ કરવા પડે છે કારણ કે તે અગાઉથી જ સ્માર્ટફોનમાં હોય છે. એમ કરવાથી ગુગલ ના ફક્ત એપ યુઝ કરે છે પરંતુ પોતાની ટાર્ગેટ જાહેરખબરો પણ સેટ કરે છે.
યુરોપિયન યુનિયનની કમ્પટિશન ચીફ માર્ગેટ વેસ્ટૈઝરે કહ્યું કે, ગુગલે એન્ડ્રોઇડનો પોતાના સર્ચ એન્જિનની પહોંચ વધારવા માટે એક વ્હીકલ તરીકે ઉપયોગ કર્યો છે. આમ કરવાથી ગુગલે પોતાના પ્રતિસ્પર્ધીઓને ઇનોવેટ કરવા અને મેરિટના હિસાબે ટક્કર આપતા રોકવાનું કામ કર્યું છે.