ન્યૂ જર્સીઃ ગુજરાતી સાહિત્યને અમેરિકામાં પ્રચાર પ્રસાર કરવા માટે 'ગુજરાતી સાહિત્ય સોશાયટી ઉત્તર અમેરિકા' દ્વારા 10 મું સાહિત્ય સંમેલનું આયોજન 14 થી 16 ઓક્ટોબર દરમિયાન ન્યૂ જર્સીના પૂર્વે હેનોવરના ફૈરબ્રીજ હોટેલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે સાહિત્ય સંમેનલમાં 2015 ના જ્ઞાનપીઠ પુરષ્કાર વિજેતા રઘુવીર ચૌધરી હાજર રહ્યા હતા. રઘુવીર ચૌધરી ચોથા ગુજરાતી સાહત્યકાર છે કે, જેમને જ્ઞાનપીઠ પુરષ્કાર મળ્યો છે. આ પહેલા ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરષ્કાર મળી ચુક્યા છે.

આ પ્રસંગે પબ્લીશર અને ગુજરાત ટાઇમ્સના ડૉ. સીધીર પરીખે રઘુવીર ચોધરીનું શાલ અને તક્તી આપીને તેમના કામ બદલ સમ્માન કરવામાં આવ્યું હતું. ડૉ. પરીખે જણાવ્યું હતું કે, અમને તમારા પર ગર્વ છે, અને આશા છે કે તમે આવું કામ આગળ પણ કરતા રહશો. રઘુવીર ગુજરાત ટાઇમ્સના એડવાઇઝર પણ રહી ચુક્યા છે. તેમણે પરીખનો ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસાર બદલ આભાર માન્યો હતો.

સંમેલનમાં અમૃત ઘાયલ અને મરિઝની 100 મી વર્ષગાઠ પણ ઉજવવામાં આવી હતી.

એકેડેમી દ્વારા રતીલાલ બોરીસાગર, મણીલાલ એચ. પટેલ, નટવર ગાંધી અને મધુસુદન કાપડીયાને ગુજરતમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શુભોત દેસાઇ દ્વારા અમૃત ઘાયલ અને મરીઝની નાની વર્તા રજૂ કરી હતી. તેમજ અમર ભટ્ટ અને હેમાલી વ્યાસ નાયક દ્વારા કંપોઝ કરવામાં આવેલ અમૃત ઘાયલ અને મરિઝની ગઝલ અશ્રફ ડબાવાલાએ રજૂ કરી હતી.

'હ્યુમર ઇન ગુજરાતી લીટરેચર' બેનર હેઠળ ન્યૂજર્સીના હરિશ જાની, રતીલાલ બોરીસાગર અને જય વસાવડાએ લોકોને ખૂબ હસાવ્યા હતા. આ સેસન્સનું સંચાલન રાહુલ શુક્લાએ કર્યું હતું